Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

રાજ્યના 114 તાલુકામાં વરસાદ :ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ છ ઇંચ વરસાદ ખાબકયો

સવારે 6થી 8 વાગ્યા દરમિયાન 43 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો

અમદાવાદ : છેલ્લા 24 કલાકમાં 114 તાલુકમાં વરસાદ નોંધાયો છે. જેમા છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધારે 6 ઈંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

 વાવાઝોડાની અસર ઓછી થતા પોરબંદરમાં પવનની ગતિમાં ઘટાડો થવાનો છે. જ્યારે વાવાઝોડાના કારણે નુકસાનનો સર્વે રાજ્ય સરકાર કરાવશે અને અસરગ્રસ્તોને રાહતની ચૂકવણી પણ કરવામાં આવશે વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો છે. ત્યારે વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો છે.

આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન 43 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. જેમાં ગીર સોમનાથમાં એક ઇંચ વરસાદ, પોરબંદરમાં બે ઇંચ વરસાદ, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં દોઢ ઇંચ વરસાદ. તો દ્વારકા, ભાવનગર અને અમરેલીમાં પણ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

(11:43 am IST)