Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

અરવલ્લીમાં સ્કૂલ વાહનો પર આરટીઓની તવાઈ : 1100 કેસો કરી ૩૯ લાખ રૂપિયાના દંડની વસુલાત

અંબાજીની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું :બે દિવસથી વાહન ચેકીંગ કાર્યવાહી

 

અંબાજીમાં બનેલી અકસ્માતની ઘટના બાદ અરવલ્લી જીલ્લા આરટીઓ વિભાગ સફાળું જાગ્યું હતું. અને છેલ્લા બે દિવસથી વાહન ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવ્યું હતું. આરટીઓ દ્વારા ઓવર લોડ મુસાફરો ભરી જતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ૨૦ જેટલી સીએનજી સ્કુલ વાનોને પણ રોકી ડીટેઈન કરવામાં આવી હતી

  . આરટીઓ વિભાગ દ્વારા છેલ્લા ૪૦ દિવસમાં ઓવરલોડ મુસાફરો ભરી જતા વાહન ચાલકો તેમજ ઓવર લોડ માલ ભરી જતા વાહન ચાલકો સામે ૧૧૦૦ જેટલા કેસો કરી ૩૯ લાખ રૂપિયાના દંડની વસુલાત કરાઈ હતી. ઉપરાંત સ્કુલ વાન માટે જીલ્લા શિક્ષણાધિકારી તેમજ શાળા સંચાલકોને પણ નોટીસ આપી વાહનોમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા નોટીસ આપી તાકીદ કરાઈ હતી.

(10:10 pm IST)