Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ડીસાના આસેડા પાસે સ્વીફ્ટ કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત : એક મહિલા સહીત ચારને ઈજા

પંચાલ સમાજનો પરિવાર આસેડા પાસે ફાર્મ હાઉસ જતા હતાત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો

ડીસા તાલુકાના આસેડા પાસે  સ્વીફ્ટ ડિઝાયર કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

   આ અંગે મળતી વિગત મુજબ ડીસા ખાતે રહેતા પંચાલ સમાજનો પરિવાર આસેડા પાસે તેમના ફાર્મ હાઉસ ખાતે સ્વીફ્ટ ડિઝાયર કાર લઈને જઈ રહ્યો હતો.આ દરમ્યાન ડીસા આસેડા રોડ પર સામેથી પુર ઝડપે આવી રહેલ છકડો રિક્ષા અને કાર ધડાકાભેર ટકરાતા ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી

 .બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.અને ચારે ઘાયલોને સારવાર અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં પ્રકાશભાઈ શાંતિભાઈ પંચાલ ( ઉ 48) (  રહે ડીસા), શાંતિભાઈ લવજીભાઈ પંચાલ - (ઉ.71 )(રહે ડીસા), પંચાલ શિલ્પાબેન પ્રકાશભાઈ( ઉ 40) રહે ડીસા, રાવળ ઈશ્વરભાઈ ભીખાભાઇ (ઉ.50 ) (  રહે રાનેર તા.શિહોરી) ને ઈજા થવા પામી હતી.

(12:38 am IST)