Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ગાંધીનગર નજીક પેથાપુરમાં 6 વર્ષ સુધી નોકરીના બહાને અલગ રહીને બીજા લગ્ન કરનાર પતિનો ભાંડો ફૂટ્યો:પત્નીએ લીધો પોલીસનો સહારો

ગાંધીનગર:શહેર નજીક આવેલા પેથાપુરમાં રહેતા યુવાને વર્ષ સુધી નોકરીના બહાને અલગ રહીને બીજા લગ્ન કરી લીધા હતા ત્યારબાદ ઘરે પહોંચી બીજી પત્નિ અને તેના બાળક સાથે ઘરમાં રહેવાની જીદ કરી હતી. જો કે પત્નિએ તેમને અલગ જવા દબાણ કર્યું હતું અને ઘરખર્ચ માટે રૃપિયા માંગતા તેણીને માર માર્યો હતો. પિયરમાં પહોંચેલી પત્નિએ મામલે પતિ સામે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે જિલ્લાના માણસા તાલુકાના રીદ્રોલ ગામે રહેતાં ગોવિંદજી ઠાકોરની પુત્રી ચંદ્રિકાના લગ્ન વર્ષ ર૦૦૮માં પેથાપુર તરપોજવાસમાં રહેતા શૈલેષ પ્રવિણજી ઠાકોર સાથે થયા હતા. લગ્ન જીવનથી ચંદ્રિકાએ ચાર પુત્રીઓને જન્મ આપ્યો હતો. શૈલેષ ડ્રાઈવીંગનો વ્યવસાય કરતો હોવાથી વર્ષ ર૦૧૪માં બહાર નોકરી જવાનું કહીને અલગ રહેતો હતો. દરમ્યાનમાં વર્ષ ર૦૨૦માં શૈલેષે ચંદ્રિકાને ફોન કર્યો હતો અને કહયું હતું કે હું મારી બીજી પત્નિ અને બાળકને લઈ ઘરે આવી રહયો છું. જેના પગલે વર્ષથી પતિની રાહ જોતી ચંદ્રિકા ચોંકી ઉઠી હતી. જો કે વડસાસુ અને અન્ય પરિવારજનોએ સમજાવતાં શૈલેષ તેની બીજી પત્નિ સાથે ઘરમાં રહેવા લાગ્યો હતો. ત્યારબાદ ચંદ્રિકાએ શૈલેષને બીજી પત્નિ સાથે અલગ રહેવા જવાનું કહેતા તેણીને માર માર્યો હતો અને તેની ફોઈના ઘરે રહેવા જતો રહયો હતો. ચંદ્રિકાને રૃપિયાની જરૃર પડતાં તેણે શૈલેષને ફોન કરતાં તારે પુત્ર થતો નથી અને તુ મને ગમતી નથી તેમ કહી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેથી પિયરમાં પહોંચી ગયેલી ચંદ્રિકાએ મામલે પતિ સામે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.   

(4:46 pm IST)
  • દેશના અનેક ભાગોમાં તબાહી મચાવી શકે છે વાવાઝોડુ ‘ટૌકતે’ ૧૪ થી ૧૬ મે દરમિયાન કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે : ૨૦મીએ કચ્છમાંથી પસાર થઈ દક્ષિણ પાકિસ્તાન તરફ આ વાવાઝોડુ ફંટાઈ શકે છે access_time 11:29 am IST

  • શહીદ વીર ભગતસિંહના ભત્રીજા અભય સંધુનું દુઃખદ નિધન થયું છે. કોવિડ માંથી સાજા થયા પછી, તેમની સ્વાસ્થ્ય જટિલતાઓને લીધે તેમનું અવસાન થયું હતું. અભય સંધુ છેલ્લા ઘણા દિવસોથી મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. access_time 12:11 am IST

  • સુ. શ્રી ઇન્દુ જૈન, ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના ગ્રુપ ચેરમેનનું દુઃખદ નિધન : તેઓ એક અસાધારણ સ્ત્રી અને ઉદ્યોગસાહસિક હતા, જે આધ્યાત્મિકતામાં ખૂબ રસ ધરાવતા એકદમ અનોખા વ્યક્તિ હતા : ૐ શાંતિ... access_time 10:29 pm IST