Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

રાધનપુરના બંધવડ ગામે જૂથ અથડામણ : એક યુવાનનું મોત : ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

બે કોમના લોકો વચ્ચે જૂથ અથડામણ: ગામમાં અજંપાભરી શાંતિ

 

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં જૂથ અથડામણ સર્જાતા 1 યુવાનનું મોત થયું છે. જેને લઈને બંધવડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. કોરોનાને લઇ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આવા સમયે રાધનપુર તાલુકાના બંધવડ ગામે ગત દિવસોએ ગામમાં બે કોમના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઇ હતી .

જોકે જૂથ અથડામણમાં 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયેલ જે પૈકી યુવાન પ્રતાપજી રામાજી ઠાકોરનું આજે સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ . જેને લઇ પોલીસ દ્રારા સાવચેતીના ભાગરૂપે અને કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે ગામમાં પોલીસ કાફલો ઉતારી દેતા ગામ આખુ પોલીસ છાવણીમાં ફેરવાતા ગામમાં હાલ અજંપાભરી શાંતિના માહોલ જોવા મળી રહ્યો છે .

(12:29 am IST)