Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

"આત્મનિર્ભર ભારત" અંતર્ગત જાહેર કરેલ 20 લાખ કરોડ રૂપિયાના ઐતિહાસિક પેકેજ આવકાર્ય : રાજેન્દ્રસિંહ ચાવડા

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા "આત્મનિર્ભર ભારત" અંતર્ગત જાહેર કરેલ 20 લાખ કરોડ રૂપિયાના ઐતિહાસિક પેકેજ તથા તે અંતર્ગત નાણાંમંત્રી  શ્રીમતી નિર્મલા સિતારમનજી દ્વારા કરવામાં આવેલ મહત્વની આર્થિક સહાય અંગેની જાહેરાતને અમો હૃદય પૂર્વક આવકારીએ છીએ.

 હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઇકાલે દેશને એક નવી દિશા આ પેકેજની જાહેરાત થકી આપી છે. દેશના ૧૩૦ કરોડ નાગરિકોને સંબોધતા નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે આજે દેશ પાસે સાધન છે, સામર્થ્ય  છે અને વિશ્વનું સૌથી ઉત્કૃષ્ટ ટેલેન્ટ છે. માટે,આપણે ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ બનાવીશું અને આપણી સપ્લાઈ ચેઇનને વધુ આધુનિક બનાવીશું. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ દ્રઢતા પૂર્વક કહ્યું કે આપણે આ બધું કરી જ શકીએ  છીએ અને જરૂરથી કરીશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યું કે આપણા દેશમાં ૧૩૦ કરોડ નાગરિકો સંકલ્પ લઈ લે તો કંઇ પણ અશક્ય નથી.આજે તો "ચાહ પણ છે અને રાહ પણ છે" વડાપ્રધાનએ આત્મનિર્ભર ભારતની ભવ્ય ઇમારતને પાંચ પિલર પર ઊભી કરવાનો નિર્ધાર સૌને કરાવ્યા છે. તેમાં ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ ના પીલ્લરો થકી આપણે આગળ વધીશું, આત્મનિર્ભર ભારત ના સંકલ્પો સિદ્ધ કરવા માટે આપણા જમીન,શ્રમ, લિકવીડિટી અને કાનૂન બધી જ બાબતો પર એક સરખું ધ્યાન આપીશું. નાના ઉદ્યોગો,ગૃહ ઉદ્યોગો, કુટિર ઉદ્યોગો લઘુ અને મધ્યમ ઉદ્યોગો આપણા આત્મનિર્ભર ભારતનો આત્મા બની રહેશે તેમજ ખેડૂત,શ્રમિકોને અને દેશના ખુબ મોટા મધ્યમ વર્ગને પણ આ પેકેજમાં આવરી લેવાશે તેમ વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું.
        વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને એક નવું સૂત્ર આપ્યું છે "લોકલ માટે આપણે વોકલ બનવાનું અને એ થકી આપણે ગ્લોબલ થવાનું છે" સ્વદેશી વસ્તુઓને અપનાવી આપણે રાષ્ટ્ર પ્રત્યેની શ્રદ્ધાનો પરિચય આપવાનો સમય હવે આવી ગયો છે.
વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતની પરિકલ્પના ને અનુરૂપ આજ રોજ ભારતના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમનજી એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કેકે વડાપ્રધાન નરેન્દ્ર  ભાઈ મોદીના નેતૃત્વમાં 2014 થી લઈને અત્યાર સુધીમાં જે 41 કરોડ જનધન ખાતા ધારકોના  ખાતામાં તાજેતરમાંજ કોરોના મહામારીના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને આ પહેલા 1.76 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં 52 હજાર કરોડ રુપિયા જનધન ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે,
        જનધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમગ્ર ભારત માં શૌચાલયોનું નિર્માણ, ઉજજવલા  યોજના દ્વારા 8 કરોડ પરિવારોને ગેસ કનેકશન ના લાભ તથા "JAN” યોજના દ્વારા દેશના લગભગ પ્રત્યેક નાગરિક ના ખાતામાં સરકારી સહાય સીધે સીધી જમા કરાવવા માટે ગોઠવાયેલ ઉત્તમ વ્યવસ્થા માત્ર ને માત્ર  વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ ના સફળ અને સબળ નેતૃત્વ ને જ આભારી છે.
         ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 20 લાખ કરોડના  ઐતિહાસિક પેકેજની દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવા અને દેશને આત્મનિર્ભર બનાવવા માટે  જાહેરાત કરી હતી તે અંતર્ગત આજરોજ સુક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ની જાહેરાત, EPF અંગેની જાહેરાત,હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશન અંગેની જાહેરાત, discom  પાવર ડિસ્ટ્રીબ્યુટર કંપની અંગેની જાહેરાત, સરકારી કોન્ટ્રાકટર,રિયલ એસ્ટેટ અને ટેક્ષ પેયર માટેની જાહેરાત કરવામાં આવી હતી. તેના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે:
          -સૂક્ષ્મ, લઘુ,નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ત્રણ લાખ કરોડ રૂપિયા ના  પેકેજની ઘોષણા કરવામાં આવી હતી.
-નાણાંકીય ભીડ અનુભવી રહેલ  અને એનપીએ MSME માટે ૨૦ હજાર કરોડ રૂપિયાનું પેકેજ ની જાહેરાત કરવામાં આવી હતી
- MSME માં ઇક્વિટી ફંડ માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી.
-MSMEની જૂની વ્યાખ્યાઓ બદલીને નવી વ્યાખ્યા કરવામાં આવી છે. જે અંતર્ગત એમની ક્ષમતા વધારવામાં આવી છે. -૨૦૦ કરોડ રૂપિયાના સુધીના ટેન્ડરો સ્વદેશી કંપનીઓને મળશે તેનો સીધો લાભ સ્વદેશી કંપનીઓનેમળશે.
-એમ.એસ.એમ.ઈ અને તેના માર્કેટિંગ માટે ઈ -પ્લેટફોર્મ ગવર્મેન્ટ દ્વારા પૂરું પાડવાંમાં આવશે અને તેમના જે પણ લેણાં સરકાર પાસે બાકી હશે તે 45 દિવસમાં પરત કરવામાં આવશે.
 રૂપિયા 2500 કરોડનો EPF સપોર્ટ ત્રણ મહિના માટે વધારવામાં આવ્યો છે
           -પ્રાઇવેટ બિઝનેસ માટે EPF નો દર 12 ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવ્યો છે જેના કારણે 6750 કરોડની લીકવીડિટી નોકરી દાતાઓ પાસે વધશે અને જે આમ પગારદારોને ઉપયોગી થશે.
-નોન બેન્કિંગ સેક્ટર અને નાના ફાઇનાન્સ સેક્ટર  માટે 30 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે
-સરકારની આંશિક  જવાબદારી સાથે રૂપિયા ૪૫ હજાર કરોડની જોગવાઇ નોન બેન્કિંગ સેક્ટર માટે કરવામાં આવી છે.
-નાણાંકીય ખેંચ અનુભવી રહેલ ડિસ્કોમ માટે ૯૦,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ પાવર સેક્ટરની ડિસ્ટ્રીબ્યુટર કંપનીઓ -ડિસકૉમ  માટે સરકાર દ્વારા કરવામાં આવી છે.
           -જે પણ સરકારી કોન્ટ્રાકર છે તેમના કોન્ટ્રાક્ટ ની સમય મર્યાદા ૬ મહિના માટે વધારવામાં આવી છે. જેથી કરીને તેમને કોઈ પણ નુકસાન ભોગવવું નહિ પડે કે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી માંથી બાકાત રાખવામાં આવશે  
-સરકારી કોન્ટ્રાક્ટરોને જેમના કામ પ્રમાણે તેમની બેંક ગેરંટી પણ રિલીઝ  કરી આપવામાં આવશે જેથી કરીને તેમની પાસે લીકવીડિટી ની વ્યવસ્થા જળવાઇ રહેશે.
હાઉસિંગ સેક્ટર અંતર્ગત 'રેરા' માં જે પણ પ્રોજેક્ટો 25 માર્ચ અથવા 25 માર્ચ પછી રજીસ્ટર થયા છે તેમને ૬ મહિના સુધી એક્સ્ટેન્શન  મળશે.
-ટીડીએસ અને ટીસીએસ  રેટમાં ૨૫ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે જેના કારણે ૫૦ હજાર કરોડ રૂપિયાની લીકવીડિટી આમ જનતા પાસે રહેશે
-સરકાર પાસેથી લેવાના નીકળતા રિફંડ ટેક્સ પેયર ને તરત રિલીઝ કરવામાં આવશે.
         વર્ષ 2019-20 ની INCOMTAX RETURN ની તારીખ 30 નવેમ્બર સુધી કરાઈ છે. તેમજ ટેક્સ ઓડિટ ની તારીખ 30 સપ્ટેમ્બર ના બદલે ૩૧ ઓકટોબર સુધીની કરવામાં આવી છે.
           'વિવાદ સે વિશ્વાસ' ની સ્કીમ ની ટીએઆરઆઇકેએચ 31 ડીસેમ્બર ૨૦૧૦ સુધી વધારવામાં  આવી છે..

(6:33 pm IST)