Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

નર્મદા જીલ્લા માહિતી ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર કોરોનાની ઝપેટમાં: પિતાની સેવામાં ઘણા સમય થી વડોદરા જ હતા

નર્મદા જીલ્લામાં ફરજ બજાવતા અને વડોદરા ના રહીશ એવા યાકુબભાઈ ગાદીવાલા સાહેબ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં દાખલ કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા માહિતી ખાતામા ફરજ બજાવતાં ડેપ્યુટી ડાયરેક્ટર યાકુબભાઈ ગાદીવાલાને કોરોનાનો ઈન્ફેકશન લાગ્યું હોવાની જાણકારી મળતા જ નર્મદા જીલ્લાના સરકારી વિભાગ અને મિડીયા કર્મીઓમા એમના સ્વાસ્થ્યને લઈને ચિંતાનુ મોજું ફરી વળ્યું છે, તેમના શુભેચ્છકો અને પરિચિતો એ ટેલિફોનિક ખબર પુછ્યા હતાં.

તેઓ વડોદરા ના લહેરીપુરા વિસ્તાર મા રહે છે. 62 વર્ષીય યાકુબભાઈ ગાદીવાલાને માહિતી વિભાગ ના ડેપ્યુટી ડાયરેક્ટર પદે એક્સટેન્શન આપવામા આવતા તેમની સેવાઓ ચાલુ રાખવામા આવી હતી. તેમને છેલ્લા બે દિવસ થી તાવ જણાતાં ખાનગી તબીબ પાસે સારવાર ચાલી રહી હતી, પણ સાવચેતીના પગલાં રુપે લાલબાગ ખાતે આવેલા હાઈસ્પીડ રેલ્વે ટ્રાન્સપોર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે કોવીડ-19 નુ સ્ક્રીનીંગ કરાવતાં તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
કેટલાક દિવસો અગાઉ તેમના 88 વર્ષીય પિતાને પણ કોરોના પોઝીટીવ આવતાં તેઓ ત્યાં રોકાયેલા હોવાથી તેમને પણ ચેપ લાગ્યો હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે.
હાલ મા યાકુભાઈ ગાદીવાલા ની સારવાર ચાલી રહી છે, અને તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેમના પિતા નો સારવાર બાદ રિપોર્ટ નેગેટીવ આવતાં હોસ્પીટલ થી કેટલાંક દિવસો અગાઉ ડીસ્ચાર્જ આપવામા આવ્યો હતો.
વડોદરા ના લહેરીપુરા વિસ્તાર મા યાકુબભાઈ ગાદીવાલા નો પહેલોંજ કેસ હોવાથી એ વિસ્તાર મા ફફડાટ વ્યાપી ગયો છે, ન્યાયમંદિર વિસ્તાર મા 10 કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા છે, અને હવે પોળો મા ગીચતા ને કારણે કેસો વધવાની સંભાવના પણ તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(4:28 pm IST)