Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

અમદાવાદના સરદારનગરમાં દારૂના અડ્ડા પર દરોડા પાડવા ગયેલ પોલીસની ટિમ પર બુટલેગરના પરિવારે જીવલેણ હુમલો કરતા ચકચાર

અમદાવાદ: સરદારનગરમાં દારૃના આડ્ડા પર દરોડો પાડવા ગયેલી પોલીસ પર બુટલેગરના પરિવારે જોરદાર પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસના વાહનના કાચનો ભુક્કો બોલી ગયો હતો. પોલીસે દારૃ વેચનારાને ઝડપી લીધો હતો જોકે બુટલેગર અને તેનો પરિવાર ફરાર થઈ ગયો હતો બનાવની વિગત મુજબ ક્રાઈમ બ્રાંચ માહિતી મલી હતી કે સરદારનગરમાં સુભાષનગર ઓમ પ્રકાશ તિવારી સ્કુલની બાજુમાં કમલ છારા નામનો દેશી દારૃનો બુટલેગર પોતાના માણસો રાખીને દારૃનો ધંધો કરાવે છે. જેને આધારે ક્રાઈમ બ્રાંચ અને એસઆરપીના જવાનોએ ૧૨ મેના રોજ અહીં તપાસ કરતા સુભાષનગરમાં રહેતો ભરત જી.બાવાજી (૪૫) દારનો ધંધો કરતો મળી આવ્યો હતો. તેની પાસેથી પોલીસે ૧૦ લિટર દેશી દારૃનો જથ્થો કબજે કર્યો હતો. પુછપરછમાં તેણે દારૃ તેને બુટલેગર કમલ છારાએ વેચવા માટે આપ્યો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન કમલ છારા એક્ટીવા પર અહીં આવી પહોંચ્યો હતો અને દેશી દારૃ તેણે વેચવા આપ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને પકડીને સાઈડમાં લઈ જતા તેણે ભરત બાવાજીને અહીંથી ભગાડી મુક્યો હતો.

(5:21 pm IST)