Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ગુજરાત મીડિયા કલબના નવા હોદેદારોની નિમણુંક : પ્રમુખપદે નિર્ણય કપુર

અમદાવાદ , તા. ૧૪ :  અમદાવાદ સ્થિત ગુજરાત મીડિયા કલબના ૨૦૧૯-૨૦ના નવા વર્ષના હોદેદારોની વરણી કરવામાં આવી છે. ઇન્ડિયા ટીવીના બ્યુરો ચીફઙ્ગ નિર્ણય કપુરની પ્રમુખપદે વરણી કરવામાં આવી છે.

ગુજરાત મીડિયા કલબના નવા હોદેદારોમાં નિર્ણય કપુર ઉપરાંત સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આશિષ અમીન, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજીવ પાઠક અને નેહા અમીન, સેક્રેટરી જનરલ તરીકે ઋતમ વોરા, સંગઠન મંત્રી તરીકે કુલદીપ તિવારી, સહ મંત્રી તરીકે ભાર્ગવ પરીખ અને રીપલ ક્રિસ્ટી તથા ખજાનચી તરીકે અજિત સોલંકીનો સમાવેશ થાય છે.

આ સિવાય એકઝીકયુટીવ કમિટી મેમ્બર તરીકે ગોપી મણિયાર, કિંજલ મિશ્રા, સાદ્યીર, સંજય પાંડે, ભુપેન્દ્ર ઠાકુર અને પરાગ દવેની વરણી કરવામાં આવી છે. ગુજરાત મીડિયા કલબના વિદાય લઇ રહેલા પ્રેસિડેન્ટ દર્શન દેસાઈએ નવા હોદેદારોને અભિનંદન આપ્યા છે અને સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે. ગુજરાત મીડિયા કલબ અનેકવિધ પ્રવૃત્ત્િ। કરે છે અને નવા હોદેદારોને આગામી સમયમાં પણ આ પ્રવૃતિઓ ચાલુ રાખવાની ખાતરી આપી છે.

(3:43 pm IST)