Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ફોર્ડ ગુજરાતમાં પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરશે : ૩ થી ૫ વર્ષમાં કંપની ભારતમાં ૭૦૦ કરોડનું રોકાણ કરશે

ફોર્ડનું પ્રતિનિધિમંડળ ગાંધીનગરમાં વિજય રૂપાણીને મળ્યું : ગુજરાતમાં વધુ રોજગારી આપવા કંપનીનો વ્યૂહ

નવી દિલ્હી તા. ૧૪ : ઓટો જાયન્ટ ફોર્ડ મોટર કંપનીની સબસીડીયરી ફોર્ડ ઇન્ડિયાનું એક પ્રતિનિધિમંડળ ગઇકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યું હતું. જેમાં કંપનીએ વિસ્તૃતીકરણ અંગે ચર્ચા કરી હતી.

ગુજરાતના ઓટો હબ બનાવનાર દુનિયાની ટોચની ઓટોમોબાઈલ કંપનીઓ પૈકી એક ફોર્ટ મોટર કંપની રાજયમાં હજુ વધુ રોકાણ કરવા તૈયારી કરી રહી છે. ઓટોમોબાઈ ક્ષેત્રે દેશ અને દુનિયામાં જાણિતું બનેલું ગુજરાત હવે ઈલેકિટ્રક વાહનો મામલે પણ દુનિયામાં પોતાનું નામ કાઢવા જઈ રહ્યું છે. આ મામલે ફોર્ડ મોટર કંપની અને તેની ભારતીય સબ્સિડરી ફોર્ડ ઇન્ડિયાના ટોચના અધિકારીઓનું એક ડેલિગેશન રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યું હતું. જેમાં તેમણે કંપનીના પ્રોડકશન પ્લાન્ટના વિસ્તાર અંગે મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. આ ડેલિગેશનમાં ફોર્ડના એકઝેકયુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ માર્કેટના પ્રેસિડેન્ટ જિમ ફેર્લે, ફોર્ડ ઇન્ડિયાના MD અનુરાગ મેરહોત્રાહ તેમજ કંપનીના ટોચના અધિકારીઓ અને મુખ્યમંત્રી ઓફિસના ટોચના અધિકારીઓ વચ્ચે આ બાબતે બેઠક યોજાઈ હતી.

આ બેઠક દરમિયાન ઇન્ડસ્ટ્રી અને માઇન્સ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ પણ હાજર હતા. બેઠક અંદાજીત ૪૦ મિનિટ સુધી ચાલી હતી. ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠક દરમિયાન કંપનીના અધિકારીઓ પોતાના વિસ્તાર પ્લાન અંગે ચર્ચા કરી હતી. સૂત્રો મુજબ ફોર્ડ કંપની આગામી ૩-૫ વર્ષમાં ભારતમાં ૧ બિલિયન ડોલર એટલે કે ૭૦ અબજથી વધુનું રોકાણ કરવા તૈયારી દર્શાવી હતી. ફોર્ડ કંપનીના અધિકારીઓ ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં ઉદ્યોગનિતિઓ અંગે સંતોષ વ્યકત કરતા વધારેમાં વધારે લોકોને રોજગાર આપવાની તૈયારી સાથે રાજયમાં પોતાના પ્રોડકશન પ્લાન્ટના વિસ્તાર માટેના પ્લાન અંગે ચર્ચા કરી હતી. જે અંગે એક ઔપચારિક પ્રપોઝલ પણ ટૂંક સમયમાં કંપની તરફથી સરકારને આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ બાબતે જાણકારી રાખનારા સૂત્રોએ જણાવ્યું હતું કે FMCના અધિકારીઓ રાજય સરકાર ઔદ્યોગિક નીતિમાં કોઈ ફેરફાર કરનાર છે કે નહીં તે અંગે પણ જાણકારી માગી હતી. મહત્વું છે કે સાણંદ ખાતે ફોર્ડનો પેસેન્જર કાર ઉત્પાદન કરતો પ્લાન્ટ સ્થાપવામાં કંપની ગુજરાતમાં અત્યાર સુધીમાં ૪૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે. જેમાં હાલ લગભગ ૨૦૦૦ જેટલા લોકો રોજગારી મેળવી રહ્યા છે.

ફોર્ડ ઇન્ડિયાના પ્રવકતાએ કહ્યું કે, 'આ બેઠક એક ઔપચારિક બેઠક હતી કેમ કે જીમ ગુજરાત આવ્યા હતા. અમે ભારત અને ગુજરાતના વિકાસમાં સહભાગી થવા પ્રતિબદ્ઘ છીએ. અમે કંપની પોલિસી અંતર્ગત કયારેય અમારા ભવિષ્યના પ્લાન તેમજ રોકાણ અંગે ચર્ચા કરતા નથી. જે કંઈ હશે તે યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.' મહત્વનું છે કે ફોર્ડ મોટરેૃ મહિન્દ્રા ગ્રુપ સાથે કરાર કરીને સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ(SUV) બનાવવા જઈ રહી છે. કંપની સાણંદના પોતાના મેન્યુફેકચરિંગ પ્લાન્ટમાં ઈલેકિટ્રક વેહિકલ બનાવવા માગે છે તેવા પણ અહેવાલ સાંપડ્યા છે.

(11:34 am IST)