Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

વિદ્યાર્થીનો ઝોક ફાયર એન્‍ડ સેફ્‌ટીના શ્રેષ્ઠ વિકલ્‍પો તરફ

ધણા વિકલ્‍પો બાદ હવે ફાયર એન્‍ડ સેફ્‌ટીની ડિમાન્‍ડઃ ઔદ્યોગિક સુરક્ષા ક્ષેત્રે નિપુણ-તાલીમબદ્ધ વ્‍યવસાયિકોની તીવ્ર અછતને કારણે આ ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો

અમદાવાદ,તા. ૧૪, ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિકરણ ના પગલે આજે આપણા દેશમાં વિવિધ ઉદ્યોગોએ વિકાસની હરણફાળ ભરી છે. છેલ્લા વર્ષોમાં ધણા નવા શૈક્ષણિક ક્ષેત્રોનો ઉદભવ થયેલ છે જેવા કે એન્‍જીનીયરીંગ ,આઈ.ટી.આઈ, ફેશન ડીઝાઈનીંગ, કોમ્‍યુનીકેશન વગેરે. આ શિક્ષણક્ષેત્રોની સાથે સાથે હવે એક નવો અને વિદ્યાર્થીઓને રોજગારીની વિપુલ તકો અને ઉત્તમ કારકિર્દી ધડતર માટેનો  શ્રેષ્ઠ વિકલ્‍પ ફાયર અને સેફટી બની રહ્યો છે, જેને લઇ વિદ્યાર્થીઓનો ઝોક હવે ફાયર એન્‍ડ સેફ્‌ટી પરત્‍વે વધી રહ્યો છે. ધોરણ- ૧૦ અને ધોરણ- ૧૨ (સાયન્‍સ)માં ખુબ જ મહેનત કરી પરીક્ષામાં સફળતા મેળવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સામે હંમેશા ઉત્તમ કારકિર્દી ધડવા અંગેના ઉચ્‍ચ અભ્‍યાસક્રમો માટેની મુંઝવણ હોય જ છે પરંતુ ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સાયન્‍સ પછી રોજગારીની વિપુલ તકો અને ઉત્તમ કારકિર્દી ધડવાનો એકમાત્ર વિકલ્‍પ એટલે ફાયર અને સેફટી બની રહ્યો છે. સાણંદ - વિરમગામ હાઇવે પર ખોડા ગામ ખાતે અદ્યતન અને વિશાળ શૈક્ષણિક સંકુલમાં આવેલ રાજયની એકમાત્ર ‘‘કોલેજ ઓફ સેફ્‌ટી એન્‍ડ ફાયર ટેકનોલોજી'' અત્‍યંત આધુનિક શૈક્ષણિક ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સાથે ત્રણ વર્ષનો બીએસસી(ફાયર એન્‍ડ સેફ્‌ટી)નો અભ્‍યાસક્રમ ઝડપથી કારકિર્દી ધડતર માટેનો એક શ્રેષ્ઠ વિકલ્‍પ પૂરો પાડે છે. વૈશ્વિકરણ તેમ જ સરકારી પ્રોત્‍સાહનોને પગલે આજે ગુજરાત પેટ્રોલિયમ, ફાર્માસ્‍યુટીકલ અને ઓટોમોબાઈલ તેમજ કન્‍સટ્રકશન (બાંધકામ) જેવા ઔદ્યોગિક ક્ષેત્રોનું હબ બન્‍યુ છે, તેવા સમયમાં આ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાના ઉદ્યોગોમાં કુશળ અને આધુનિક ટેકનોલોજીથી શ્રેષ્ઠ શિક્ષણ પામેલા નિપુણ ફાયર ઓફિસરોની નિમણુંક કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારના વિદ્યાર્થીઓની તીવ્ર અછતના કારણે ધણી બધી જગ્‍યાઓ ખાલી રહે છે. ઔદ્યોગિક અકસ્‍માતનું જોખમ સંપુર્ણપણે નિવારવા માટે મોટાપ્રમાણમાં ઇન્‍ડસ્‍ટ્રીયલ સેફ્‌ટીમાં વિશિષ્ટ તાલીમ પામેલા કુશળ વ્‍યવસાયિકોની રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ઉદ્યોગ ક્ષેત્રે ખુબ જ મોટી જરૂરિયાત રહે છે. ઇન્‍ડસ્‍ટ્રીયલ સેફ્‌ટી અને ફાયરના ક્ષેત્રોમાં આજે અત્‍યંત આધુનિક ટેકનોલોજી અને સાધનોના ઉપયોગ દ્વારા ઉત્તમ અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું શિક્ષણ અને તાલીમ પામેલા ઓફિસરો બની દેશ-વિદેશના વિવિધ સરકારી બિનસરકારી ઉદ્યોગો અને સંસ્‍થાઓ જેવી કે રેલ્‍વે, એરપોર્ટ્‍સ, પોર્ટ્‍સ (બંદરગળહો), ઓ.એન.જી..સી., ગેસ કંપનીઓ, રિફાઈનરીઓ, કંસ્‍ટ્રક્‍શન કંપનીઓ, મીકેનીકલ અને ફાર્મા કંપનીઓમાં ખુબ જ ઉચ્‍ચ હોદ્દાઓ પર ઉત્‍કળષ્ટ કામગીરી દ્વારા ઉતરોત્તર પ્રગતિ સાથે શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકાય છે. ઔદ્યોગિક સુરક્ષા ક્ષેત્રે નિપુણ અને તાલીમબદ્ધ વ્‍યવસાયિકોની તીવ્ર અછતને કારણે આ ક્ષેત્રમાં આજે રોજગારીની ખુબજ વિપુલ તકો ઉપલબ્‍ધ છે. આ સાથે ફાયર અને સેફ્‌ટીના અભ્‍યાસક્રમ પછી સેફ્‌ટી ઓડીટર, કન્‍સલટન્‍ટ, ફાયર સર્વેયર, ફાયર અને સેફ્‌ટી સાધનોના ઉત્‍પાદન અને વિક્રેતા જેવા ક્ષેત્રોમાં સ્‍વતંત્ર વ્‍યવસાય કરવાની પણ તકો રહેલી છે. સાણંદ-વિરમગામ રોડ પર ખોડા ગામે છેલ્લા પંદર વર્ષથી કાર્યરત એવી રાજયની એકમાત્ર ‘‘કોલેજ ઓફ સેફ્‌ટી એન્‍ડ ફાયર ટેકનોલોજી'' દેશભરના વિદ્યાર્થીઓને ફાયર અને સેફ્‌ટીના ક્ષેત્રમાં ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન બીએસસી(ફાયર એન્‍ડ સેફ્‌ટી)નો ડીગ્રી અભ્‍યાસક્રમ અને આઇટીઆઇ(ફાયરમેન) નો  શ્રેષ્‍ઠ વિકલ્‍પ પૂરો પાડે છે. કોલેજ એનએફપીએ(નેશનલ ફાયર પ્રોટેકશનએસોસીએશન-યુએસએ અને આએફઇ(ધી ઇન્‍સ્‍ટીટયુશન ઓફ ફાયર એન્‍જિનીયરીંગ-યુકે) સાથે જોડાયેલ છે. તાજેતરમાં જ કોલેજ આઇઓએસએચ (ઇસ્‍ટીટયુશન ઓફ ઓકયુપેશનલ સેફ્‌ટી એન્‍ડ હેલ્‍થ-યુકે) દ્વારા માન્‍યતા પ્રાપ્ત કરેલ છે. બીએસસી (ફાયર એન્‍ડ સેફ્‌ટી)ના કોર્ષમાં ધોરણ - ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) પછી પ્રવેશ આપવામાં આવે છે. આ ઉપરાંત કોલેજમાં આઇટીઆઇ(ફાયરમેન) નો એક વર્ષનો અભ્‍યાસક્રમ પણ ચાલુ છે. જે જીસીવીટી(ગુજરાત કાઉન્‍સીલ ઓફ વોકેશનલ ટ્રેનીંગ) ગાંધીનગર સાથે સંલગ્ન છે જેમાં ધોરણ - ૧૦ પછી પ્રવેશ આપવામાં આવે છે. બંને કોર્ષ માટે કોલેજ ખાતે હોસ્‍ટેલની સગવડ ઉપલબ્‍ધ હોઇラવિદ્યાર્થીઓને બહુ અનુકૂળતા રહે છે.

(11:17 pm IST)