Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

સુરતના લીબાયત મીઠી ખાડી વિસ્તારમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ સંતાનની હાજરીમાં હત્યા કરી

સુરત:લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં રહેતા ત્રણ સંતાનના પિતાએ પત્નીનું વતનમાં રહેતા યુવાન સાથે અફેર હોવાની શંકાના પગલે વહેલી સવારે સંતાનની હાજરીમાં જ પત્નીનું દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પત્નીએ પ્રેમીને લખેલી ચિઠ્ઠી સાથે પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો.

મુળ મધ્યપ્રદેશના જિલ્લા બુરહાનપુરના ઇન્દીરા નગરનો વતની શેખ યાકુબ શેખ હમઝા શેખ કાદર (ઉ.વ.૩૪)ના દસ વર્ષ પહેલા વતનમાં જ પાડોશમાં રહેતી શમીનાબીબી સાથે નિકાહ થયા હતા. નિકાહ બાદ શમીનાએ એક દિકરો અને બે દિકરીને જન્મ આપ્યો હતો. પાંચેક મહિના અગાઉ યાકુબ કામ પર જતો હતો, તે વખતે તેના ઘરમાં સદ્દામ ઉર્ફે સઇદ નામના વ્યકિતની અવર-જવર થતા તેને ધમકાવ્યો હતો.

ત્યારબાદ યાકુબ પત્ની અને ત્રણેય બાળકોને લઇને સુરતના લિંબાયતના મીઠીખાડીમાં સત્તાર ગુલામ પીંજારીના મકાનમાં ભાડેથી રહેવા લાગ્યો હતો.અને કોહિનુર માર્કેટમાં છુટક મજુરી કામ કરે છે. આજથી બે મહિના અગાઉ વતનમાં ભાણેજના લગ્નમાં હાજરી આપવા માટે ગયો હતો.

(6:03 pm IST)