Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

તળાવો ઊંડા કરીને ભાવિ પેઢીને 50 વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો આપશું

મુખ્યમંત્રીએ વિડિઓ કોન્ફ્રસિંગથી છ જિલ્લાના જળ અભિયાન કામોની કરી સમીક્ષા

ગાંધીનગર:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન આગામી 3 વર્ષ સુધી ચાલુ રાખીને રાજ્યના તમામ તળાવો ઊંડા કરી ભાવિ પેઢીને 50 વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો આપવા સરકાર પ્રતિબદ્ધતા હોવાનું જણાવ્યું હતું આજે સવારે મુખ્યપ્રધાને તેમના નિવાસસ્થાનેથી વિડિઓ કોન્ફ્રેસિંગથી રાજ્યના 6 જિલ્લામાં ચાલી રહેલા જળ અભિયાન કામોની સમીક્ષા કરતા ગ્રામજનો અને ગ્રામીણ ખેડૂતો પાસેથી આ અભિયાનની સફળતા અને ઉપયોગીતાના પ્રતિભાવોનો પ્રતિસાદ આપતા આ નેમ વ્યક્ત કરી હતી.

   વિજયભાઈએ વરસાદની મોસમ શરૂ થાય તે પહેલા સુજલામ સુફલામ જળ અભિયાન અનવયે તળાવો ઊંડા કરવા, ચેક ડેમ, નદીમાંથી કાંપ કાઢવા સહિતની જળસંચય કામગીરી જરૂર જણાયે વધુ મશીનરી અને મેન પાવર જોડીને પૂર્ણ કરવા તંત્ર વાહકો અને સહયોગી સંસ્થાઓને સુચન કર્યું હતું.

(10:58 am IST)