Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

બરવાળાના નાવડામાં કેનાલના કામમાં ભષ્ટાચારની બૂમ :બોગસ કામથી ખેડૂતો પરેશાન: ઠેર ઠેર ગાબડા

બરવાળાના નાવડા ગામે કેનાલનું કામમાં લોટ પાણીને લાકડા જેવું થતા ખેડૂતો પરેશાન થયા છે. પેટા કેનાલમાં ઠેર ઠેર જગ્યા પર ગાબડા જોવા મળતા ભષ્ટાચારની બૂમ ઉઠી છે જો કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને નુકશાન થઈ શકે છે, ખેડૂતો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં અધિકારીઓ પ્રશ્નો નથી સાભળતા. અન્ડર કેનાલ બનાવવા ખેડૂતોએ માંગ કરી છે.

   જાણવા મળતી વિગત મુજબ બોટાદ જિલાના બરવાળા તાલુકાના નાવડા ગામ પાસે નર્મદા ની મુખ્ય કેનાલમાંથી પેટા કેનાલ પસાર થાય છે. પાચ વર્ષ પહેલા આ કેનાલ બનવામાં આવી હતી .ત્યારે આ કેનાલ માં કોન્ટ્રાક્ટર દ્વારા બોગસ કામ કર્યું હોય તેવું સામને આવે છે. પેટા કેનાલમાં અનેક જગ્યા પર ગાબડા જોવા મળે છે તો અનેક જગ્યા પર માત્ર તમે હાથ અડાડો ત્યાજ ધુડ ખરતી જોવા મળે છે. હજી તો કેનાલમાં પાણી છોડવામાં નથી આવ્યું ત્યાજ આ પરીસ્થિતિ જોવા મળે છે તો જો પાણી છોડવામાં આવે તો શું થાય. આ પેટા કેનાલની આજુબાજુ માં નાવડા ગામના ૧૫૦ જેટલા ખેડૂતો ની જમીન આવલી છે. જો બોગસ કામ કરેલી આ કેનાલ માં પાણી છોડવામાં આવે તો ખેડૂતો ને મોટા પાયે નુકશાન થાય તેમ છે અને કેનાલનું પાણી ખેતરમાં આવી જશે. જેના કારણે ખેડૂતો ખેતી પણ નહી કરી શકે.

   વલ્લભીપુર શાખા ના આ પેટા કેનાલ જે નાવડા ગામમાંથી પસાર થાય છે. ત્યારે ખેડૂતોએ જણાવેલ કે પેટા કેનાલનું કામ સાવ નબળું છે અને પેટા કેનાલ બનાવ્યા બાદ ટેન્ડર પ્રમાણે જે જમીન સપાદન કરવામાં આવેલ તે જમીનમાં ખોદાણ કરવા બાદ તેમાં જે માટી નાખવામાં આવી છે તેસરખી નાખવામાં આવી નથી, અને આ માટી સારવારી છે જેના કારણે ખેતીની જમીન બિન ઉપજાવ થય જાય છે
 આ અગે ખેડૂતો દ્વારા અધિકારોઓને અનેકવાર લેખતી અને મોખિક રજૂઆત કરવા આવી હોવા છતાં આજદિન કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી. જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો ખેડૂતો, મહિલાઓ કલેકટર કચેરી સામે ઉપવાસ આદોલન કરશે અને છતાં પગલા નહી લેવાય તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચારી છે

(10:05 pm IST)