Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

અમદાવાદમાં રેમડેસીવિર ઇન્જેકશનના કાળાબજાર કરનાર શખ્સ ૩૫ ઇન્જેકશન સાથે ઝડપાયોઃ રૂ.૮૫૦૦ના ભાવે વેચતો હોવાનું ખુલ્યુઃ અન્ય ઍક ઓપરેશનમાં ઍક મહિલા સહિત ૩ ઝડપાયા

અમદાવાદ: શહેરમાં કોરોનાની પરીસ્થિતી દિવસેને દિવસે બગડતી જાય છે. હજારો લોકો રેમડેસીવીર ઈન્જેક્શન માટે કલાકો લાઈનમાં ઉભા રહે છે. ત્યારે રેમડેસીવીરના ઈન્જેક્શનની કાળા બજારી કરતા વસ્ત્રાપુરના એક શખ્સને ક્રાઈમ બ્રાંચે એરપોર્ટ પાસેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી 35 રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ શખ્સ એક ઈન્જેક્શન રૂ.8500 માં વેચતો હોવાનું ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં બહાર આવ્યુ હતું.

બીજી તરફ બીજું એક ઓપરેશન કરી 1 મહિલા અને એસવીપીના કર્મચારી સહિત 3 વ્યક્તિની 9 ઇન્જેક્શન સાથે ધરપકડ કરી હતી. રાજ્ય પોલીસ વડાના આદેશ હોવાથી ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી ગુનો નોંધ્યો હતો. જોકે અમદાવાદમાં આવા અનેક લોકો બ્લેકમાં ઇન્જેક્શન વેચાણ કરતાં હોવાનું મનાય છે.

શહેરમાં કોરોના સંક્રમીત દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેક્શનોની કાળા બજારી કરતા લોકોને પકડવા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આદેશ કર્યા હતા. આવા શખ્સોને ન છોડવા અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. દરમિયાનમાં ક્રાઇમ જોઈન્ટ સીપી પ્રેમવીરસિંગ અને ડિસિપિ ચૈતન્ય મંડલિકે ક્રાઇમ એસીપી ડી પી ચુડાસમાને આદેશ કરતા ટીમો સક્રિય બની હતી.

એક શખ્સ રેમડેસીવીર ઈન્જેક્શનો અન્ય જગ્યાએથી વગર પાસ પરવાને લાવી બજાર કિંમત કરતા ઉંચા ભાવે ગેરકાયેદસર રીતે વેચાણ કરી કાળા બજાર કરી રહ્યો હોવાની માહિતી મળતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેના આધારે ક્રાઈમબ્રાંચની ટીમે એક બનાવટી ગ્રાહક ઉભો કરી તેને 3 રેમડેસીવીર ઈન્જેક્શ જોઈએ છે તેમ જણાવ્યુ ત્યારે તે શખ્સે એક ઈન્જેક્શન પેટે રૂ.8500 અને 3 ઈન્જેક્શનના રૂ.25500 એડવાન્સ ચુકવવા પડશે તેમ જણાવ્યુ હતુ. જેથી બનાવટી ગ્રાહકો રૂપીયા ચૂકવી આપ્યા.

ત્યારબાદ બીજા દિવસે તે શખ્સ દિલ્હીથી અમદાવાદ ફલાઈટ મારફતે આવીને બનાવટી ગ્રાહકને ટર્મિનલ 1 ના ગેટ નંબર પાંચ પાસે બોલાવ્યો હતો. જે દરમિયાન ક્રાઈમબ્રાંચે ત્યાં વોચ ગોઢવીને આ શખ્સને ઝડપી લીધો હતો. તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ જસ્ટીન મોહનલાલ પરેશ (રહે. વસ્ત્રાપુર) હોવાનું જણાવ્યુ હતુ. તેની અંગઝડતી કરતા તેની પાસેથી 35 રેમડેસીવીર ઈન્જેક્શન મળી આવતા ક્રાઈમબ્રાંચની ટીમે તેની ધરપકડ કરી ક્રાઈમબ્રાંચ લાવ્યા હતા.

બાદમાં પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે, આરોપી જસ્ટીન મોહન લાલ પરેશ જે.પી.કોન્વેન્ચર્સ પ્રા.લી.ના નામે માસ્ક સેનીટાઈઝરનો ધંધો કરતો હોવાથી રીઝન્ટ હેલ્થ કેર મેમનગર ખાતેના ડાયરેક્ટર વિવેક બાપનદાસ હુંડલાણીના સંપર્કમાં આવ્યો હતો. બીજી બાજુ રેમડેસીવીર ઈન્જેક્શનની માંગ વધી હોવાથી રીઝન્ટ હેલ્થ કેરના ડાયરેક્ટર વિવેકે કંપનીના નામે બીલથી રેમડેસીવીર ઈન્જેકશન ખરીદી કરી ઉંચા ભાવે વેચાણ કરતા અને નફામાં ભાગ આપવાની વાત કરી હોવાથી આરોપી સંમત થયો હતો અને આ કામ કરી રહ્યો હતો.

બીજી માહિતી આધારે ફરી ડમી ગ્રાહક બની ક્રાઇમ બ્રાન્ચ અક્ષર વિનોદ વાઝા (રહે, શ્રી રામનો ખાંચો, ગોમતીપુર) પાસે ઇન્જેક્શન લેવા ગયા હતા. 1 ઇન્જેક્શન 12000 લેખે 9 ઇન્જેક્શન 1.08 લાખમાં ખરીદવાના નક્કી થયા હતા. પોલીસે ઇન્જેક્શન આપતા અક્ષર, તેની બહેન વિધી વાઝા અને હરિઓમ જવાહર લાલ લોહરને પકડી પડ્યા હતા.

એસીપી ચુડાસમાએ જણાવ્યું હતુ કે, અક્ષર એસવીપીમાં નોકરી કરે છે. હરિઓમ અગાઉ એસવીપીમાં નોકરી કરતો હતો. બન્ને કોને કોને ઇન્જેક્શન વેચાણ કર્યા છે અને ક્યાંથી સ્ટોક લાવ્યા હતા તેની તપાસ હાથ ધરાઈ છે.

બે વખત દિલ્હીથી 200 અને 158 ઈન્જેક્શન ખરીદ્યા

આરોપીએ અગાઉ બે વખત દિલ્હી ગયો હતો જ્યાં તેણે 200 અને 158 રેમડેસીવીર ઈન્જેક્શનો ખરીદી કરી અમદાવાદ તથા ગુજરાતના અલગ અલગ જીલ્લામાં કોરોના સંક્રમીત દર્દીઓના સગાઓને ઉંચા ભાવે વેચાણ કર્યા હોવાનું ખુલ્યું છે. તે જ રીતે આ વખતે પણ દિલ્હી જઈને રીઝન્ટ હેલ્થ કેરના એકાઉન્ટથી પેમેન્ટ કરી બીલથી ખરીદી કરીને ઈન્જેક્શન લાવીને અમદાવાદ આવ્યો ત્યારે ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. આ કામમાં બીજા કેટલા લોકો સામેલ છે તે અંગે ક્રાઈમ બ્રાંચની ટીમે વધુ પુછપરછ હાથ ધરી છે.

(4:53 pm IST)
  • ઓરિસ્સામાં કોરોના વેક્સિનની અછત : રાજ્યના 11 જિલ્લાઓમાં રસીકરણ અભિયાન સ્થગિત કરાયું : ઓરિસ્સાના 30 જિલ્લાઓમાંથી 11 જિલ્લાઓમાં વેક્સિનની તંગીને કારણે રસીકરણ અટકી ગયું access_time 1:03 am IST

  • કાલે ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન : રાજ્ય ચૂંટણી આયોગના આંકડા મુજબ 18 જિલ્લામાં 51176 પોલિંગ બુથ પર મતદાન : 18 જિલ્લાના 31,64,162 મતદારો સવારે 7 થી સાંજે 6 દરમિયાન પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ : અયોધ્યા, આગ્રા, કાનપુર, ગાઝિયાબાદ અને ગોરખપુરમાં થશે મતદાન access_time 12:39 am IST

  • રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ થયા કોરોના સંક્રમિત : સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા access_time 7:57 pm IST