Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

મોડાસાના સાંઈ મંદિરે ૧૨૧ કિલોની કેક કાપી રામનવમી અને સાંઈ જન્મોત્સવની ઉજવણી

અરવલ્લી જીલ્લાના મોડાસાના માલપુર રોડ પર આવેલા સાંઈ મંદિરમાં મોડાસા શિરડી સાંઈબાબા સત્સંગ મંડળ દ્વારા રામનવમીના દિવસે સાંઈબાબાનો પ્રાગટ્ય દિવસ હોઈ ૧૨૧ કિલોની કેક કાપી સાંઈ જન્મોત્સવની ઉજવણી કરી હતી.સાંઈબાબાના દર્શનાર્થે નગરજનો સહીત જિલ્લા માંથી ભક્તોની ભારે ભીડ ઉમટી હતી સાંઈબાબા મંદિર અને મંદિર પરિસર રોશનીથી શણગારતા ઝળહળી ઉઠ્યું હતું

 

  મોડાસાના માલપુર રોડ ખાતે આવેલા શિરડી સાંઇબાબા મંદિરમાં છેલ્લા દસ વર્ષથી સાંઈબાબાના પ્રાગટ્ય દિવસની અને રામનવમીની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવે છે. મોડાસા ખાતે આવેલા સાંઈ મંદિરમાં પણ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.

  સાંઈબાબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ૧૨૧ કિલોની કેક કાપીને જન્મોત્સવ ઉજવાયો હતો અને કેક ભક્તોને પ્રસાદી રૂપે વહેંચી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. રામનવની મહોત્સવ નિમિત્તે વહેલી સવારે આરતી, ત્યારબાદ ભગવાનને માવાની કેકનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ સાથે જ સાંઇ મંદિર પાટોત્સવ પૂજન અને શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યમાં ભક્તો જોડાયા હતા અને રાત્રે ડાયરો અને હાસ્ય દરબાર અને ભજન કાર્યક્રમ યોજાયો હતો.

(7:51 pm IST)
  • રશિયન ડોકટરે બતાવ્યું કૈલાશનું રહસ્ય :કહ્યું રાત્રે અંદરથી અવાજ આવે છે ;રશિયન તબીબે કેટલાક વર્ષો પહેલા કૈલાશ માનસરોવરની યાત્રા કરી હતી :તેઓએ દાવો કર્યો કે કૈલાસ વાસ્તવમાં એક પ્રાચીન માનવ નિર્મિત પિરામિડ છે :જે અનેક નાના નાના પીરામીડોથી ઘેરાયેલ છે :તેના તાર ગીજા વ ટીઓથયુંઆકન ( મેક્સિકો )ના પિરામિડથી જોડાયેલ છે access_time 11:31 pm IST

  • પાકિસ્તાનને નરેન્દ્રભાઈ મોદીથી ઉત્તમ વડાપ્રધાન નહિ મળી શકે ;દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેને સમજમાં નથી આવતું કે ઇમરાનખાન અને નરેન્દ્રભાઈ મોદી વચ્ચે શું પાકી રહયું છે :પાકિસ્તાની પીએમ ઇમરાનખાને નવી સરકાર બનતા પીએમ મોદી સાથે શાંતિ મંત્રણા કરવા ઈંચ્છા બતાવ્યા બાદ મોદી વિરોધપક્ષના નિશાન પર છે અને સંદેહ વ્યક્ત કરીને વિપક્ષી નેતાઓ પ્રહાર કરે છે access_time 12:56 am IST

  • લીબિયાના સંઘર્ષમાં 120થી વધુના મોત :600 લોકો ઘાયલ :ત્રિપોલી નજીક છેડાયેલ લડાઈમાં 121થી વધુ લોકો માર્યા ગયા :લીબિયાની રાજધાની પોતાના કબ્જામાં લેવા ખલીફા હફ્તાર દ્વારા આ મહિને સંઘર્ષ છેડાયેલ access_time 11:10 pm IST