Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

બનાસકાંઠામાંથી નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયોઃ પાલનપુર પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમ્યાન ૪૩ લાખની બનાવટી નોટો ઝડપાઇ

રાજકોટઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ગામમાં પોલીસ દ્વારા ચૂંટણી આચારસંહિતાને લઇને વાહનનોના ચેકીંગ દરમ્યાન એક ખાનગી વાહનમાંથી રૂ. ૪૩ લાખની રૂપીયા બે હજારના દરની બનાવટી નોટો ઝડપાતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આ શખ્સ મૂળ રાજસ્થાનનો છે અને રાજસ્થાનથી ખાનગી વાહન દ્વારા પાલનપુર બનાવટી નોટો સાથે આવી રહ્યો હતો. પોલીસે આ શખસની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ શખસની પાછળ કોઇ બનાવટી નોટો છાપવાનું મોટુ રેકેટ ઝડપાઇ તેવું પણ પોલીસ અનુમાન લગાવી રહી છે.

 

(12:55 pm IST)