Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

ચાણસ્મામાં ઠાકોર એકતા સમિતિ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ : સભ્ય ફીના લાખો રૂપિયા ચાઉં કર્યાનો આક્ષેપ

અલ્પેશ ઠાકોર સમાજને હાથો બનાવી સમાજમાં ભાગલા પડાવે છે

પાટણ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરનો વિરોધ થઇ રહ્યો છે. ઠાકોર સેનાના કાર્યકરોમાં અલ્પેશ ઠાકોર સામે રોષ જોવા મળી રહ્યો છે. ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાયો છે.


    તેમનો આક્ષેપ છે કે, અલ્પેશ ઠાકોર સમાજને હાથો બનાવી સમાજમાં ભાગલા પડાવે છે. ઉપરાંત અલ્પેશ ઠાકોર દ્વારા સભ્ય ફીના નામે ઉઘરાવેલા 100 રૂપિયાનો આજ દિન સુધી કોઇ હિસાબ નથી અપાયો. લાખો રૂપિયા ચાઉં કરી ગયા હોવાનો સેનાની એકતા સમિતિએ આક્ષેપ કર્યો

(7:59 pm IST)