Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ઇ-વે બિલ અમલમાં મુકાયા બાદ કામકાજમાં ૧પ ટકાનો ઘટાડોઃ ટેકનિકલ મુશ્કેલીઓ પણ જોવા મળતી નથી

અમદાવાદઃ ઇન્ડિયન ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના જણાવ્યા પ્રમાણે ઇ-વે અમલમાં આવ્યા બાદ સામાન્ય રીતે જે કારોબાર થતો હતો તેમાં ઘટાડો નોંધાયો છે. કારોબારીઓએ અમલ બાદની મુશ્કેલીથી બચવા માટે ૩૧ માર્ચ સુધીમાં મોટા પ્રમાણમાં સ્ટોક કરી લીધો હતો અને તેના કારણે જીએસટીના ઇ-વે બિલના અમલ બાદ કારોબાર પર અસર થઇ છે.

એસટીએન દ્વારા બહાર પડાયેલા ડેટા મુજબ ૯ એપ્રિલ સુધીમાં ૬૩ લાખ ઇ-વે બિલ જનરેટ થયાં હતાં. એવરેજ રોજના સાત લાખથી વધુ બિલ પોર્ટલ પર જનરેટ થઇ રહ્યાં છે.

શરૂઆતમાં ઇ-વે બિલ જનરેટ થવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે તે પ્રશ્ન ઉકેલાઇ ગયો છે. રાજ્યમાં પણ રોજના ૫૦ હજારથી વધુ ઇ-વે બિલ હાલ ઈશ્યૂ થઇ રહ્યાં છે. ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં બિલ જનરેટ કરવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે સરળતાથી બિલ ઈશ્યૂ થઇ રહ્યાં છે તથા પોર્ટલ પરની કોઇ ટેક્િનકલ મુશ્કેલીઓ પણ જોવા મળતી નથી.

શરૂઆતમાં ટ્રાન્સપોર્ટર અને વેપારીને પણ બિલ જનરેટ કરવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે સિસ્ટમથી વાકેફ થઇ ગયા હોવાથી બિલ સરળતાથી ઈશ્યૂ થઇ રહ્યાં છે, જોકે વેપારીઓ દ્વારા ૩૧ માર્ચ પહેલા જ સ્ટોક કવર કરાતાં એપ્રિલના કારોબારમાં ઘટાડો જોવા મળ્યો છે.

(6:35 pm IST)