Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

નડિયાદ નજીક ગમખ્વાર અકસ્માતમાં બે બાઈક ચાલક ઈજાગ્રસ્ત

નડિયાદ: પાસેથી પસાર થતા એનએચ.૮ પર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. પીપગલ ચોકડી અને એપીએમસી પાસે રોન્ગ સાઇડેથી આવતા વાહનો દ્વારા અકસ્માતોના વધતા બનાવો હજુ પણ યથાવત છે. આજે બપોરના સમયે એપીએમસીની સામેની બાજુથી બાઇક નંબર જીજે.૦૭.ક્યુ.૪૭૦૬નો ચાલક પુરપાટ ઝડપે પોતાનું બાઇક હંકારી રોન્ગ સાઇડ પર પીપલગ ચોકડી તરફ જઇ રહ્યો હતો. તે સમયે સામેથી આવી રહેલા બાઇક નંબર જીજે.૦૭.સીએચ.૦૭૯૨સાથેે તેનું બાઇક ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના બનાવને પગલે બંને બાઇક ચાલકો હવામાં ફંગોળાઇને જમીન પર પટકાતા રમણભાઇ ઠાકોર નામના બાઇક ચાલકને માથાના ભાગે જ્યારે સામેવાળાને મોઢાની અંદર દાતના ભાગે ઇજાઓ થઇ હતી. સ્થાનિકો એ અકસ્માતની ઘટના જોતા ત તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જે દરમ્યાન રમણભાઇ ઠાકોરને ઉભા કરતા તેઓ લથડીયા ખાતા નજરે પડયા હતા. જેના પરથી સ્પષ્ટ થતુ હતુ કે રમણભાઇ ઠાકોર દારૂના નશામાં રોન્ગ સાઇડે બાઇક દોડાવી રહ્યા હતા. જેઓએ સામેથી આવી રહેલા બાઇકને સાથે પોતાનું બાઇક અથડાવી અકસ્માત સર્જયો હતો. સમગ્ર ઘટનાને પગલે ૧૦૮ની ટીમ દ્વારા બંને બાઇક ચાલકોને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

(4:44 pm IST)