Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ઓપરેશન સમયે મહિલાના પેટમાં કાતર ભૂલી જવાનો અમદાવાદના ડોક્ટરનો ચકચારી બનાવ

અમદાવાદ: શહેરના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન સમયે મહિલા દર્દીના પેટમાં કાતર જ ભૂલી જવાના ચકચારી કિસ્સામાં શાહીબાગ પોલીસે ત્રણ ડોક્ટરોની વિરુદ્ધમાં બેદરકારીથી મોત નીપજાવવા બદલનો ગુનો દાખલ કર્યાે છે. વર્ષ ર૦૧રમાં મહિલાના પેટમાંની ચાર કિલોની ગાંઠનું ઓપરેશન કરતી વખતે ડોક્ટરો પેટમાં કાતર ભૂલી ગયા હતા.

પાંચ વર્ષ સુધી મહિલાના પેટમાં કાતર રહી હતી. ત્યારબાદ તેમને અચાનક પેટમાં દુખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમણેે એકસ-રે રિપોર્ટ કઢાવતાં પેટમાં કાતર હોવાનું સામે આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરીથી પેટની સર્જરી કરીને કાતર બહાર કાઢી હતી, જોકે મહિલાનું મોત થયું હતું.

કચ્છ ‌િજલ્લાના રાપર તાલુકામાં આવેલ ભંગેરા ગામમાં રહેતા કમાભાઇ ચાવડાની ૩૫ વર્ષીય પત્ની જીવીબહેન ચાવડાને પેટમાં દુખાવો થતાં તા.૧ર-૩-૧રના રોજ અમદાવાદના અસારવા ખાતે આવેલી સિવિલમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં જીવીબહેનના પેટમાં ચાર કિલોની ગાંઠ હોવાનું નિદાન થયું હતું, જેનું ઓપરેશન તારીખ ૧૪-૩-૧રના રોજ કરવામાં આવ્યું હતું. ઓપરેશન ડો. હાર્દિક બિપિનચંદ્ર ભટ્ટ, ડો.સલીલ પાટીલ તથા ડો. પ્રેરક પટેલે કર્યું હતું અને ચાર કિલોની ગાંઠ  પેટમાંથી બહાર કાઢી હતી.

(4:44 pm IST)