Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

વાલીઓ તેમની રજૂઆત ફી નિયમન સમિતિ સમક્ષ કરી શકે છે :ફી વિવાદથી શિક્ષણમંત્રીએ હાથ ખંખેર્યા

શિક્ષણ મંત્રીને વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના હોય તો ઉપવાસ કરવા જોઈએ :કોંગ્રેસના પ્રહાર

 

અમદાવાદ :ખાનગી શાળાઓમાં ફી નિયમનને લઈને ચાલી રહેલા વિવાદમાં  શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિવાદથી હાથ ખંખેરી લીધા હતા.શિક્ષણમંત્રીએ ફી નિયમન અંગે કહ્યું હતું કે, વાલીઓએ અંગે જે પણ રજુઆત કરવી હોય તે ફી નિયમન સમિતિ સમક્ષ કરી શકે છે. 238 સ્કૂલનું લિસ્ટ હજુ સુધી જાહેર થવા અંગે ભૂપેન્દ્રસિંહે કહ્યું હતું કે, અંગે એફઆરસીની રચના કરવામાં આવી છે. જે કંઈ ફરિયાદ કે રજુઆત હોય તે તેમની સમક્ષ કરી શકાશે. શિક્ષણ મંત્રીના નિવેદન બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

   રાજ્યના શિક્ષણ મંત્રીના નિવેદન બાદ કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પ્રજાનો આક્રોશ જોઈને સરકારે કાગળ પર ફી નિયમનનો કાયદો બનાવ્યો હતો. જો શિક્ષણ મંત્રીને વિદ્યાર્થીઓ પ્રત્યે થોડી પણ સંવેદના હોય તો તેમણે ઉપવાસ કરવા જોઈએ. તેઓએ ફી નિયમન, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉપવાસ રાખવા જોઈએ.

અમદાવાદ ઝોનની ફી નિયમન સમતિએ ઝોનમાં આવતી 238 શાળાઓની કામ ચલાઉ ફી એટલે કે પ્રોવિઝનલ ફી જાહેર કરી છે. જે પૈકી 116 શાળાની કામ ચલાઉ ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત જે શાળાઓએ સંમતિથી ફી ઘટાડો કર્યો છે તેવી 57 શાળાઓએ અંદાજે રૂ.40,000 સુધીનો ઘટાડો કર્યો છે.

(10:53 pm IST)