Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

બાલાસિનોર તાલુકાના વડદલા ગામે પ્રેમસંબંધમાં યુવકની હત્યા કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી

બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના વડદલા તાબે આવેલા સુંદરપુરા ખાતે ૧૦ માર્ચમાં રોજ પોતાની પ્રેમિકા રાજશ્રી મળવા આવતા પ્રેમિકાનાભાઈઓએ બહેનના પ્રેમીનું ઢીમ ઢાળી નાખતા પોલીસને સમગ્ર બાબતે તપાસમાં પુરાવા મળતા હકીકત સામે આવી હતી.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના વડદલા તાબા આવેલા સુંદરપુરા ગામે રહેતી રાજેશ્રીને ઠાસરા તાલુકાના હિતેશ સાથે પ્રેમ સબધ હતા જેથી હિતેશ ૧૦ માર્ચના રોજ રાજેશ્રીને મળવા આવનો હોવાની વાત રાજેશ્રીના ભાઈઓને ખબર પડતા તેઓએ બહેનના પ્રેમીનું ઢીમ ઢાળી નાખવાનું નક્કી કરતા હિતેશને માથાના ભાગે બોથડ પદાર્થ મારી તેની હત્યા કરી ગામના તળાવમાં ડુબાડી મૃતદેહ ડુબાડી દીધો હતો જે હત્યા ના થઇ હોય તેમ સાબિત કરવા હિતેષના બુટ મોબાઈલ અને ઘડિયાળ તળાવના કિનારે મૂકી દીધેલ હતું જે બાબતે પોલીસે તપાસ દરમ્યાન યુવતીના ભાઈ નિખિલ ગણપતસિંહ પરમાર ,પ્રતાપ ગણપતસિંહ પરમાર અને આતમ નારાભાઈ પરમાર સામે ઇપીકો કલમ ૩૦૨ ,૨૦૧ અને ૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. 

યુવતી રાજશ્રીની લાશ ૧૧ માર્ચના રોજ તળાવમાંથી મળી આવી હતી જે બાબતે પોલીસેવા તાપસ કરતા અન્ય ઇસમના બુટ અને ઘડિયાળ મળી આવતા વધુ તપાસ હાથ ધરાતા સમગ્ર ઘટનાના પ્રકાશમાં આવી હતી.

(6:25 pm IST)