Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

અમદાવાદની અમૃત જ્યોતિ સ્કૂલમાં સિનિયર કેજીના બાળકોને એલસી આપી દેવાતા વાલીઓનો હોબાળો

સ્કુલમાં આર.ટી.ઇ અંતર્ગત અન્ય વિદ્યાર્થીઓને એડમિશન અપાયાના આક્ષેપ

અમદાવાદના આંબાવાડી ખાતે અમૃત જ્યોતિ સ્કુલમાં વાલીઓએ હોબાળો કર્યો હતો  સ્કુલ તંત્રએ 60 જેટલા વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટીફિકેટ આપી દેવાયાના આક્ષેપ સાથે વાલીઓએ હોબાળો કર્યો.હતો વાલીઓએ આક્ષેપ કર્યો કે સ્કુલના સત્તાધીશો તેમને ધમકાવે છે

 . વાલીઓએ કરેલા આક્ષેપ મુજબ સિનિયર કેજીમાં અભ્યાસ કરતા તેમના બાળકોને ધો.1માં પ્રવેશ આપવાને બદલે સ્કુલ તંત્રએ તેમને એમ કહીને લિવિંગ સર્ટીફિકેટ આપી દીધા હતા કે સ્કુલમાં આર.ટી.ઇ અંતર્ગત અન્ય વિદ્યાર્થીઓને એડમિશન આપવાના છે.જે બાદ વાલીઓએ સ્કુલમાં હોબાળો મચાવ્યો હતો

 જો કે વાલીઓના હોબાળા બાદ સ્કુલના ટ્રસ્ટીએ તમામ આક્ષેપોને નકારીને એકપણ વાલીને ધમકાવ્યાનો ઇન્કાર કર્યો હતો. વાલીઓએ વિરોધ નોંધાવીને સ્કુલની બહાર બેનર લઇને અમૃત જ્યોતિ સ્કુલ સામે વિરોધ પણ નોંધાવ્યો હતો

(10:44 pm IST)