Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી પૂનમ સહીત ચૈત્રી નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી

મહેસાણા: શહેરમાં યાત્રાધામ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમ અને ચૈત્રી નવરાત્રીની ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આસો નવરાત્રીમાં અંબાજી ખાતે જ્યારે ચૈત્રી નવરાત્રીમાં બહુચરાજીમાં શાસ્ત્રોક્તવિધી પ્રમાણે નવ દિવસ સુધી ઘટસ્થાપનચંડીયજ્ઞા તથા નૈવેદ્ય ધરાવાય છે. જેમાં આજુબાજુની જનતા મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટે છે. આ મામલે મંદિરના વહિવટદાર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી છે.

બેચરાજી ખાતે બહુચરાજી માતાના ધામે યોજાનાર ચૈત્રી નવરાત્રી મહોત્સવ-૨૦૨૦ સાથે પરંપરાગત લોકમેળો તા.૬ એપ્રિલથી ૮ એપ્રિલ ૨૦૨૦ દરમિયાન યોજાનાર છે. બહુચરાજી મંદિરમાં સંવત ૨૦૭૬ના ચૈત્રી નવરાત્રી મહોત્સવ ૨૦૨૦ દરમિયાન મંદિર પ્રક્ષાલન વિધિ ફાગણ વદ-૩૦ અમાસના દિવસે યોજાશે.  તા.૨૪ માર્ચ ૨૦૨૦ના મંગળવારે બપોરે ૧-૩૦ કલાકે ઘટ સ્થાપન વિધિ ચૈત્ર સુદ-૧ કરવામાં આવશે.  તા.૨૫ માર્ચ ૨૦૨૦ના બુધવારે સવારે ૭-૩૦ કલાકે શતચંડી યજ્ઞાનો પ્રારંભ થશે. ચૈત્ર સુદ-૬ તા.૩૦ માર્ચ ૨૦૨૦ના સવારે ૧૦ કલાકે શત ચંડી યજ્ઞા પૂર્ણાહૂતિ ચૈત્ર સુદ-૮  તા.૧ એપ્રિલ ૨૦૨૦ના રોજ સાંજે ૪-૩૦ કલાકે શ્રી માતાજીની આઠમની સવારી તથા પલ્લી ખંડ નૈવેદ્ય ચૈત્ર સુદ-૮ (આઠમ)ને તા.૧ એપ્રિલ ૨૦૨૦ના રાત્રે ૯-૩૦ કલાકે શ્રી માતાજીની સવારીની જ મંદિરથી પ્રસ્થાન કરશે. તથા રાત્રે ૧૨ કલાકે શ્રી માતાજીની પલ્લી નૈવેદ્ય ધરાવાશે. નવરાત્રી ઉત્થાપન વિધિ ચૈત્ર સુદ-૧૦ (દશમ) તા.૩ એપ્રિલે નવરાત્રી પૂર્ણાહૂતિ થશે.

(5:42 pm IST)