Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

ખેડા જિલ્લામાં જુદા-જુદા અકસ્માતના ત્રણ બનાવમાં એક શખ્સનું મૃત્યુ:નવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખેડા: જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાઓ પર અકસ્માતો સર્જાયા હતા.જેમાં અકસ્માતનો પહેલો બનાવ નરસંડા પાસે,જ્યારે બીજો અકસ્માતનો બનાવ કપડવંજ તાલુકાના ઉંડાની મુવાડી સ્ટેન્ડ નજીક,અને ત્રીજો અકસ્માત કઠલાલના લક્ષ્મીપુરા પાસે થયો હતો.ત્રણેય અકસ્માતના બનાવોમાં ૯ વ્યક્તિઓને ઇજાઓ પહોચી હતી.જ્યારે એક વ્યક્તિનુ મૃત્યુ નિપજયુ હતુ.

અકસ્માતનો પહેલો બનાવ નડિયાદ તાલુકાના નરસંડા નજીક મોટર સાયકલ અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં મોડી સાંજે બોર્ડની પરીક્ષા પૂરી કરી પરત ફરી રહેલા અવિરાજ,વિમલકુમાર અને નરેન્દ્રભાઇ પરત જઇ રહ્યા હતા.આ સમયે સામેથી આવતી એક ગાડીના ચાલકે મોટર સાયકલને ટક્કર મારી હતી.જેથી મોટર સાયકલ પર સવાર ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ પહોચી હતી.જ્યારે અવિરાજનુ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યુ હતુ.બંને ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે કરસમદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે જયંતીભાઇ મોતીભાઇ ભાટીયા રહે,વૈશાલી રોડ નડિયાદે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

(5:31 pm IST)