Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

સુરતના સરથાણામાં કાર્ટિંગ એજન્ટનો કઢંગી હાલતમાં વિડીયો બનાવી 25 લાખ માંગી બ્લેકમેલ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

સુરત : સરથાણા જકાતનાકાની શક્તિ વિજય સોસાયટીમાં રહેતા કાર્ટીગ એજન્ટ પ્રવિણ ત્રિકમ પટેલ દોઢ મહિના અગાઉ મિત્ર રજની છગન વડાલીયા પાસેથી મોબાઇલ નંબર મેળવી મોરાભાગળના સુમન આવાસમાં રહેતી અસ્મીતા બચુભાઇ ડોડીયા (ઉ.વ. 37) ના ઘરે ગયો હતો. જયાં પ્રવિણ અને અસ્મીતા કઢંગી હાલતમાં હતા તે દરમ્યાનમાં પ્રિયા પ્રવિણ કનોજીયા (ઉ.વ. 22 રહે. રાજ પેલેસ એપાર્ટમેન્ટએલ.એચ. રોડવરાછા) બેડરૃમમાં ઘસી આવી દરવાજો અંદરથી બંધ કરી બંન્નેનો કઢંગી હાલતમાં વિડીયો ઉતારી લીધો હતો. વિડીયો ઉતારતી વખતે પ્રિયાએ પોતાની ઓળખ મહાદેવ ન્યુઝ ચેનલના પ્રેસ રિપોર્ટર તરીકે આપી વિડીયો મારા બોસ અશોક રાવલને મોકલાવી તેને ન્યુઝમાં પ્રસારિત કરી અને વાઇરલ કરવાની ધમકી આપી ખંડણી પેટે રૃા. 25 લાખની માંગણી કરી બે કલાક સુધી રૃમમાં ગોંધી રાખ્યો હતો. પરી સાથે શરીર સુખ માણવાના ચક્કરમાં બદનામ થવાનો વારો આવતા ફફડી જનાર પ્રવિણે મિત્ર રજનીને ફોન કરી સમગ્ર હક્કીતથી વાકેફ કરતા રજની રાંદેર પોલીસને લઇને સુમન આવાસ ખાતે પહોંચી ગયો હતો. જેથી જે તે વખતે અસ્મીતા અને પ્રિયા રંગેહાથ ઝડપાયા ગયા હતા.

(5:30 pm IST)