Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

શ્રી સ્વામિનારાયણ મંદિર, માઉન્ટ આબુનો ૨૯મો પ્રતિષ્ઠોત્સવ ધામધૂમથી ઉજવાયો

નગાધિરાજ હિમાલયના સૌથી મોટા પુત્ર અર્બુદના નામ પરથી અરવલ્લીની ગિરિમાળાઓમાં અર્બુદાચલ પર્વત - માઉન્ટ આબુ સુવિખ્યાત છે. જગ પ્રસિદ્ધ માઉન્ટ આબુ સહેલાણીઓ - પ્રવાસીઓ માટે પ્રિય પ્રવાસન સ્થળ છે. રંગીલા રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર અનેક આસ્થાળુઓ અને શ્રદ્ધાળુઓનું પરમ શ્રદ્ધા  કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન ચરણારવિંદથી માઉન્ટ આબુની ધન્ય ધરા પુનિતમય બની છે. માઉન્ટ આબુમાં સર્વોચ્ચ શિખર ઉપર મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓને સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની ભક્તિરૂપી આધ્યાત્મિકતાના સ્પંદનો આંદોલિત કરે છે.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પ્રતિષ્ઠિત શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૨૯ મો વાર્ષિક પાટોત્સવ ઉલ્લાસ અને આનંદપૂર્ણ દબાદબાભેર ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ વાત્સલ્ય મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી  સદ્ગુરુ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી, મહંત શ્રી ધર્મનંદનદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને દેશ-વિદેશના અનેક હરિભક્તો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.  

આ પાવન અવસરે બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય માઉન્ટ આબુના પ્રતિનિધિ શ્રી ચન્દ્રશેખર ભાઈ તથા શ્રી શશીકાંતભાઈ તેમજ

માઉન્ટ આબુ નગરપાલિકાના પ્રમુખશ્રી જીતુભાઈ રાણા વાઇસ ચેરમેન રણજીત કુમાર નગર પાલિકા સદસ્ય સિંહ માંગીલાલ કાબરા વગેરે વરિષ્ઠ મહાનુભાવો દર્શનાર્થે પધાર્યા હતા. તેઓનું સંસ્થાન વતી શાલ ઓઢાડી અને પ્રસાદ આપી સન્માન કર્યું હતું. શોડષોપચાર વિધિથી પ્રતિષ્ઠોત્સવ, અન્નકૂટ, નિરાજન, જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ, સંતવાણી વગેરે વિવિધ આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા.

 

(11:30 am IST)