Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 6 મહિનામાં રજવાડાઓનાં મ્યુઝિયમ અને સ્ટેચ્યુ નહી તો ઉગ્ર આંદોલન કરાશે

સ્ટેચ્યુની નજીક 6-6 ફૂટના રાજાઓનાં સ્ટેચ્યનું મ્યુઝીયમ બનાવવા રાજપૂત કરણી સેનાની માંગ

 

અમદાવાદ : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજપુત રાજાઓ અને રજવાડાઓનું મ્યુઝિયમ અને સ્ટેચ્યું બનાવવા રાજપુત કરણી સેનાએ માંગ કરી છ કરણી સેના દ્વારા પત્રકાર પરિષદ યોજીને માંગણી કરી હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 6-6 ફૂટના રાજા રજવાડાના સ્ટેચ્યુ પણ બનાવવામાં આવે છે. કારણ કે તેઓએ પણ દેશ માટે બધુ જ સમર્પિત કરી દીધું હતું

સ્ટેચ્યુની નજીક 6-6 ફૂટના રાજાઓનાં સ્ટેચ્યનું મ્યુઝીયમ બનાવવામાં આવવું જોઇએ. તેઓએ દેશ માટે ન માત્ર પોતાનું સર્વસ્વ પરંતુ પોતાના રજવાડા અને સંપત્તી પણ અર્પણ કરી દીધી.જો આગામી 6 મહિનામાં મ્યુઝીયમ અને સ્ટેચ્યુ નહી બને તો અમદાવાદ ખાતે વિશાળ રાજપુત સમ્મેલન કરવામાં આવશે. ગુજરાતનાં રાજપુત રાજાઓ અને સંસ્થાઓનો સંપર્ક કરીને રાજપુતોની એકતાનું પ્રદર્શન કરવામાં આવશે. રાજપુત કરણી સેના દ્વારા માંગ કરવામાં આવી કે રજવાડાઓ દ્વારા 562 રજવાડાઓનું મ્યુઝીયમ બનાવવા માટે ઝુંબેશ ઉપાડી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણાએ માંગ કરી કે, રાજપૂતોના શોર્ય દર્શાવવામાં આવે અને મ્યુઝીયમ બનાવવામાં આવે.

(8:49 am IST)