Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

હાઈન્ટેશન લાઈન પર ચઢેલા આઠ વાનર સળગીને મર્યાં: જેટકોના પ્રયત્નો નિષ્ફ્ળ

જેટકો ટીમના ૧૨ જેટલા કર્મચારીઓ તાત્કાલિક પહોંચી પાવર સપ્લાઈ બંધ કરીને ટાવર પર ચડી બચવા પ્રયાસ કર્યો:

 

નેત્રંગના મોટામાલપોર ગામે હાઈન્ટેન્શન લાઈન પર વાનરોનું ટોળું ચઢી જતા એકસાથે આઠ જેટલા વાનરો મોતને ભેટ્યા હાટ હાઈન્ટેન્શન ટાવરની નીચે વાનરોના મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. પ્રાણીપ્રેમીઓમાં પણ દુખની લાગણી ફેલાઈ ગઈ હતી

અંગે મળતી વિગત મુજબ મોટામાલપોર પાસે આવેલ જેટકોના 66 કેવીના ટાવર લાઈન ઉપર ૨૨ જેટલા વાનરોનું ઝુંડ ચડી ગયું હતું. ઘટનાની જાણ ગામના સરપંચ અને સ્થાનિક રહીશોને થતાં તેઓએ જેટકોને મામલે જાણ કરી હતી. જેથી જેટકો ટીમના ૧૨ જેટલા કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વાનરોને બચાવવા રાજપારડી-નેત્રંગ આવતી હેવી ટાવર લાઈનનો પાવર સપ્લાય તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાયો હતો. તો સાથે જીવના જોખમે જેટકોની ટીમ ટાવર ઉપર ચઢી હતી અને વાનરોને બચાવી લેવાના તમામ પ્રયાસો કરાયા હતા.

સ્થાનિક રહીશોએ વાનરોને ટાવર ઉપરથી નીચે ઉતારવા માટે કેળા અને વેફર લાવી નીચે મૂકી દીધા. તેમ છતાં વાનરોના ઝુંડમાંથી મોટા વાનરો નીચે ઉતર્યા હતા. તો બીજી તરફ, પાવર સપ્લાય વધુ સમય સુધી બંધ રાખવાથી સરકારને મોટું નુકસાન થવાની શક્યતાઓ હોવાથી વીજ પુરવઠો ફરી ચાલુ કરી દેવાયો હતો. આમાં વાનરોને કરંટ લાગતા સળગી ઉઠ્યા હતા. આમ હાઈટેન્શન લાઈન પર કુલ આઠ વાનર કરંટ લાગતા મોતને ભેટયા હતા.

(8:52 am IST)