Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

કેન્દ્ર કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે સ્કૂલોમાં રજા અંગે કોઈ પરિપત્ર બહાર પાડ્યો નથી : આરોગ્ય સચિવ વિનોદ રાવની સ્પષ્ટતા : સહુને જવાબદારી પૂર્વક વર્તવા આગ્રહ : ગુજરાતમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નથી : સ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના નો માત્ર શંકાસ્પદ કેસો જ નોંધાયા છે,સ્થિતિ પૂર્ણપણે કાબુમાં છે,કોઈ પોઝિટિવ કેસ નથી ત્યારે સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવી કે નહીં તે અંગે અંતિમ નિર્ણંય લેવાનું ગુજરાત સરકાર ઉપર છોડવામાં આવ્યું છે તેવામાં સોશ્યલ મીડિયામાં ફ્રરી રહેલા આવા પરિપત્રની વાત ખોટી હોવાનું જણાવતા આરોગ્ય સચિવ શ્રી વિનોદ રાવ કહે છે કે ભારત સરકારે કોઈ જ આવા નિર્દેશ આપ્યા નથી,કોઈ નિર્ણય લેવાયો નથી,લોકોને ગુમરાહ કરવા કેટલાક લોકો આવા પરિપત્ર પ્રસારિત કરી રહ્યાં છે

 તેમણે કહ્યું કે આવા કોઈ ખોટા નિર્ણયો પ્રસારિત ન થાય તે સહુએ ધ્યાને લેવું જોઈએ

અત્યારે પરીક્ષા ચાલુ છે,ત્યારે સહુએ જવાબદારીથી વર્તે,આવા ફરી રહેલ ખોટા પરિપત્ર અંગે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે કેન્દ્ર સરકારને આ માટે જાણ કરી છે અને કેન્દ્ર સરકાર જરૂરી પગલાં લેશે,તેમ આરોગ્ય સચિવ વિનોદરાવે કહ્યું છે

  દરમિયાન ડેપ્યુટી મુખ્યમંત્રી ,આરોગ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે રાત્રે જણાવ્યું છે કે ગુજરાતમાં કોરોના વાયરસને લીધે સ્કૂલ કોલેજ બંધ નહીં રહે,કેન્દ્રના નામે ફરતો થેયલ પરિપત્ર ખોટો છે

(10:34 pm IST)