Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

દાહોદમાં બીજીવાર ધોરણ-10નું પેપર થયું લીક ત્રણ દિવસમાં બીજીવાર ઘટના:કોની સંડોવણી ?

દાહોદ :ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાય ધોરણઃ૧૦ બોર્ડની પરીક્ષાઓમાં વિજ્ઞાનની પરીક્ષાનુ પેપર લેવામાં આવ્યુ હતું. જેમાં દાહોદમાં બીજે દિવસે પણ પેપર લીક થયાની ઘટના બહાર આવી છે અને શોસ્યલ મીડિયામાં વાયરલ કરાયું હતું જોકે પેપર લીક થવા પાછળ કોની સંડોવણી છે તે અંગે કોઈ વિગત સામે આવી નથી.

  દાહોદમાં ધોરણઃ૧૦ની પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી થતીા હોવાની અને પેપર લીક થયુ હોવાની સહી હજી સુકાય નથી ત્યારે બીજા દિવસે પણ વિજ્ઞાનનુ પેપર લીક થયુ હોવાની વિગતો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પેપરની કોપી સોશિયલ મીડિયા પર ફરતી જોવા મળી હતી.

દાહોદમાં ગઈકાલે તપાસ દરમિયાન ધોરણઃ૧૦નું પુસ્તક, કાપલીઓ વગેરે ઝડપાયુ હતું. આમ છતાં તંત્ર ઊંઘતુ ઝડપાયુ છે. પેપર સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યુ છે. ત્યારે એવા પણ સવાલ ઉભા થયા છે કે શું આ પેપર વર્ગ ખંડમાંથી લીક થયુ છે? જો વર્ગ ખંડમાંથી લીક થયુ હોય તો વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન મોબાઈલ લઈ જવાની મંજુરી કોણે આપી? લીક થવા પાછળ કોની સંડોવણી છે તે હજી સુધી સામે આવ્યુ નથી. બોર્ડ સ્ક્વોડની કામગીરી પર પણ પ્રશ્નો ઉભા થયા છે.

(12:44 am IST)