Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

વડાલીના માણેકચોકમાં ગંદા પાણીના ખાબોચિયા ભરાતા રાહદારીઓને હાલાકી

વડાલી:ના માણેકચોક વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી રસ્તા પર ગંદા પાણીના ખાબોચીયા ભરાતા રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. આ વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી નીકળવાની રહીશો દહેશત સેવી રહ્યા છે.
વડાલી નગરપાલિકા વિસ્તારમાં માણેકચોક વિસ્તારના વડાલી બસ સ્ટેન્ડથી ગામમાં જવાનો એક માત્ર ટૂંકો રસ્તો માણેકચોક થઈને જાય છે. આ વિસ્તારની બાજુમાં અડીને બી.જી. શાસ્ત્રી હાઈ આવેલી છે. આ વિસ્તારના રહીશ રાજુભાઈ માળીના જણાવ્યા મુજબ રોડ પર રૃપ ચત્રભુજ મંદિરને અડીને કેટલાય સમયથી ખાડો પડી જવાના કારણે પાણી ભરાઈ રહે છે. વારંવાર મૌખિક રજુઆતો કરવા છતાં પાલીકાના સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે.
રસ્તા પર અવર-જવર કરતાં નગરજનો શાળાએ જતાં બાળકો મંદિરે આવતા વૃદ્ધો તથા રસ્તા પરથી પસાર થતાં રાહદારીને પાણીમાંથી પસાર થવું પડે છે. જેના લીધે પાણીજન્ય મચ્છર તથા અનેક જીવ-જંતુ બેસી રહેવાના કારણે તાવ, મલેરીયા, કોલેરા જેવા રોગો માથું ઉંચકે તેવી દહેશત સેવી રહ્યા છે.

(7:03 pm IST)