Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ડીડોલીમાં ફાયનાન્સ કંપનીના રુબિયા ડૂબી જતા એજન્ટ ફાસો ખાઈ આપઘાત કરતા ચકચાર

સુરતઃ ડિંડોલીમાં એક ફાયનાન્સ કંપનીમાં રૂપિયા ડૂબી જતા એક એજન્ટ દ્વારા ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. એજન્ટે કંપનીમાં રૂપિયા ડૂબતા લેણદારોએ ઉઘરાણી શરૂ કરતા માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

નવા ગામ ડિંડોલી ખાતે સુધાકર ઈન્દુકર પરિવાર સાથે રહે છે. અને પુણા ગામ વિસ્તારમાં આવેલી અર્થવ ફોર યુ નામની ફાયનાન્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા હતા. જોકે, આ કંપનીમાં અસંખ્ય લોકોના રૂપિયા ડૂબી ગયા હતા. જેમાં સુધાકરભાઈએ અસંખ્ય લોકોની કંપનીમાં પોલીસ કરાવી હતી. જોકે, મુદતે રૂપિયા નહીં મળતા લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હતી. જેથી માનસિક તણાવમાં સુધાકરભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

(6:59 pm IST)