Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

સેરાએ પ્રિમિયમ સબ- બ્રાન્ડ સેનેટરો પ્રારંભ કર્યો

અમદાવાદઃ સેનિટરીવેટ ક્ષેત્ર નળ અને ટાઈલ્સ વિભાગમાં અત્યાધિક ઝડપે વિકસીત સેરા બ્રાન્ડ માધ્યમ અને ઉચ્ચ શ્રેણી માટે અગ્રણી તરીકે સ્થાપિત થઈ ચૂકી છે જે હવે ''સેનેટર'' બ્રાન્ડનો પ્રિમિયમ વિભાગ માટે પ્રારંભ કરી રહી છે. સેરાની પોતાની ડિઝાઈનીંગ, મેન્યુફેકયરિંગ, વેચાણ તથા માર્કેટિંગ વિભાગની ટીમ અને પ્રતિષ્ઠિત ઈટાલિયન ડિઝાઈન શ્રી એટોર્ન ગિયોર્ડાનો દ્વારા સેનેટર સબ બ્રાન્ડ પ્રસ્તુત કરવામાં આવી છે.

હાલમાં સેનેટર શ્રેણીમાં સેનિટરી વેટ, નળ, વેલનેસ અને મિરરનો સમાવેશ થાય છે. સેરાના એડિઝ કયુટીવ ડિરેકટર શ્રી અતુલ સંઘવીએ જણાવ્યું હતું કે, સેનેટરનું વિતરણ સેરાના હયાત વિતરણ નેટવર્કમાંથી પસંદ કરાયેલ આઉટલેટ્સ મારફતે કરવામાં આવશે અને સેનેટર દ્વારા સેરા કંપની પ્રિમિયમ શ્રેણીમાં વધુ મોટો હિસ્સો પ્રાપ્ત કરી શકશે અને કંપની વધુ ઝડપથી વિકાસના માર્ગે ગતિશીલ બનશે.

(4:54 pm IST)