Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

સ્ટાર્ટ અપ્સ-એસએમઇ સેકટરો માટે પરિસંવાદ

નિષ્ણાતો મોટી સંખ્યામાં પહોંચશે

અમદાવાદ, તા.૧૪ : ગુજરાતની જાણીતી બિઝનેસ કન્સલ્ટિંગ ફાર્મની સહયોગી એન્ટરપ્રાઇસીંગ ઇન્ડિયન અડવાઇસરી ફર્મ દ્વારા આવતીકાલે તા.૧૫ ફેબ્રુઆરી, શનિવારના રોજ અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર એન્ટરપ્રાઇઝીંગ ઇન્ડિયન ખાતે લગભગ ૩૦ સ્ટાર્ટ અપ્સ અને એસએમઈ માટે ગોથ અને ફંડ માટે રુબરુ મળી ફંડ અને ગ્રોથ મળે તે માટે વિશેષ સેમીનાર જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છેજેમાં સ્ટાર્ટ અપ્સ અને એસએમઇ સેકટર માટે ઉપયોગી માર્ગદર્શન અને જાણકારી ઉપલબ્ધ બનાવવામાં આવશે એમ એન્ટરપ્રાઇસીંગ ઇન્ડિયન એડવાઇસરી ફાર્મના ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું. અમદાવાદમાં કંઇક અનોખી રીતે યોજાઇ રહેલા સેમીનારમાં મોટી સંખ્યામાં ઇન્વેસ્ટર્સ અને કંપની સંચાલકો હાજર રહેશે.

            તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઇન્ક્યુબેટર તરીકે સરકાર અને ઘણી સંસ્થો કામ કરે છે, પરંતુ સ્ટાર્ટ અપ્સ અને એસએમઇના બિઝનેસ મોડેલને સમજી તેને પૂરતું માર્ગદર્શન મળે તે માટે બહુ ઓછા પ્રયત્નો થયા છે. એન્ટરપ્રાઇસીંગ ઇન્ડિયન અડવાઇસરી ફર્મ નાની કંપનીઓના ગ્રોથ માટે  પ્રતિબધ્ધ છે. નાની કંપનીઓ સિસ્ટમ ડ્રિવન કેવી રીતે બની શકે અને કંપનીઓ ઓવરઓલ વિકાસ થાય તે માટે પ્રયતન કરવામાં આવ્યા છે. એન્ટરપ્રાઇસીંગ ઇન્ડિયન અડવાઇસરી ફર્મ કંપનીના બોર્ડમાં ગુજરાતના અને દેશની બહારની જાણીતી વ્યક્તિઓ છે જેને સ્ટાર્ટ અપ્સ અને જીસ્ઈના ગ્રોથમાં સહભાગી થવાની તમન્ના છે તેવું એન્ટરપ્રાઇસીંગ ઇન્ડિયન અડવાઇસરી ફર્મના ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાયએ ઉમેર્યું હતું. આવતીકાલના સેમીનારમાં ઇન્વેસ્ટર્સ અને કંપની સંચાલકો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેશે. કાર્યક્રમમાં સ્ટાર્ટ અપ્સ અને એસએમઇ સેકટર માટે ફંડ અને ગ્રોથ આપવાના પ્લાન સંબંધી મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. જે સ્ટાર્ટ અપ્સ અને એસએમઇ સેકટર માટે ઘણી માર્ગદર્શક અને ઉપયોગી બની રહેશે.

(10:02 pm IST)