Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

પાલનપુરના આરટીઓ સર્કલ નજીક રૂપિયાની જરૂર પડતા મિત્રો સાથે મળી બુકાનીધારી ત્રિપુટીએ એચડીએફસી બેંકના કેશિયરને લૂંટવાનો પ્લાન બનાવ્યો

પાલનપુર: શહેર ના આરટીઓ સર્કલ પર આવેલ મંગળવારના બપોરના સમયે બાઇક પર આવેલ બુકાનીધારી ત્રિપુટી એએચડીએફસી બેંકના કેશિયર મહેબુબ ભાઇ કાલેટ પાસે રહેલ રૃ.,૪૧,૦૭૦ ભરેલી બેગની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કેશિયરે બુમાબુમ કરતા બેંકનો ગાર્ડ અને આજુબાજુ લોકો દોડી આવતા બે બુકાનીધારી બાઇક પર નાસી છુટયા હતા. અને પાલનપુરના હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતો ચંપકલાલ હરિલાલ ઠક્કર નામનો શખસ ઝડપાઇ લોકોએ તેની સાથે ટપલીદાવ કરીને પોલીસને હવાલે કર્યો હતો. જોકે લૂંટના પ્રયાસમાં એક શખસ ઝડપાઇ જતા તેમજ લૂંટની ઘટના સીસીટીવી કેદ થતા પશ્ચિમ પોલીસે આરોપીની સઘન પુછતાછ કરીને તેમજ સીસી ટીવી ફુટેઝના પાલનપુરમાં ઢુંઢિયાવાડીમાં રહેતા ઇરફાન અનવર સિપાઇ અને તાજપુરામાં રહેતા એમ.આર રવિ શંકર ઉર્ફે મોંન્ટુ નામના શખસોને લૂંટમાં વપારાયેલ બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓની મુલાકાત એક માસ અગાઉ પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં એક રીક્ષામાં થઇ હતી. તેમને પૈસાની જરૃરિયાત હોઇ રવિ શંકર પૈસા મેળવવા માટે ૨૦ દિવસ અગાઉ લૂંટને અંજામ આપવા માટે પ્લાન બનાવ્યો અને પ્રથમવાર લૂંટનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જોકે લૂંટના પ્રયાસ સમયે લોકોના હાથે ઝડપાયેલા આરોપી ચંપકલાલ હરિલાલ ઠક્કરને પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા

(5:11 pm IST)