Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

વાઘોડિયા તાલુકાના ગુતાલ નજીક ફાર્મ હાઉસમાં લૂંટારુ ટોળકીએ વડોદરાના પરિવારને બંધક બનાવી સોના ચાંદીના દાગીના સહીત 5 લાખ રોકડની લૂંટ ચલાવી રફુચક્કર

વાઘોડિયા:તાલુકાના ગુતાલ ગામે શ્રી સદગુરુ કબીર ફાર્મ હાઉસમાં ત્રાટકેલી લૂંટારૃ ટોળકી મૂળ વડોદરાના પરિવારને બંધક બનાવી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ અને તવેરા ગાડી મળી કુલ રૃા..૦૮ લાખની મત્તા લૂંટી ટોળકી ફરાર થઇ ગઇ હતી. જો કે પોલીસે અંગે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

અંગેની વિગત એવી છે કે વડોદરાના માંજલપુર વિસ્તારમાં મનહરનગર ખાતે રહેતા મયુરદાસ મહેન્દ્રદાસ સાધુ દેવપૂજા અને ખેતી કરે છે. તેમનું વાઘોડિયા તાલુકાના ગુતાલગામની સીમમાં શ્રી સદગુરુ કબીર ફાર્મ આવેલું છે. લગ્નપ્રસંગ હોવાથી મનહરભાઇ તેમના પરિવારના સભ્યો સાથે માંજલપુરથી ગુતાલ ગામે પોતાના ફાર્મ ખાતે ગયા હતાં. ફાર્મમાં  રાત્રે પરિવારની મહિલાઓ મહેંદી લગાવી ઊઁઘવાની તૈયારી કરતી હતી ત્યારે ફાર્મના પાછળના ભાગેથી આશરે ૨૫ થી ૩૫ વર્ષની ઉંમરના હિન્દી ગુજરાતી ભાષા બોલતા ચાર જેટલા લૂંટારૃ ટોપીવાળુ જેકેટ પહેરી દરવાજાનો નકૂચો પથ્થર વડે તોડી  હાથમાં લાકડી લઇ ઘરમાં ઘસી આવ્યા હતાં.

(5:07 pm IST)