Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

અમદાવાદ શાહપુરમાં ગેસ લીકેજથી આગ ભભૂકી :ફાયર બ્રિગેડની ચાર ટિમો પહોંચી :ફાયરના ચાર જવાનો સહિત 10 લોકો દાઝ્યા

ભીષણ આગમાં સ્થાનિકોમાં દોડધામ મચી:10 લોકો દાઝી જતા વીએસ હોસ્પિટલમાં ખસેડાયા

 

અમદાવાદના શાહપૂર વિસ્તારમાં ગેસની બોટલ લિકેજ થતા આગ ભભૂકી હતી આગની જાણ થતા ફાયર ફાયટરની ચાર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.આગને કારણે 6 સ્થાનિકો અને 4 ફાયરના જવાનો દાઝ્યા હતા

  અંગે મળતી વિગત મુજબ શાહપૂર વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં સ્થાનિકોમાં દોડધામ મચી હતી. જેમાં કુલ 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને વીએસ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાંથી 2ની હાલત ગંભીર છે.

 મુખ્ય ફાયર અધિકારીએ જણાવ્યુ હતું કે, ભીષણ આગ પર કાબૂ મેળવતા ફાયરના પણ ચાર લોકો દાઝ્યા છે. જેમને સારાવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા ગેસ એજન્સી પર આરોપ લગાવ્યો છે. અને તેની બેદરકારીને કારણે આગ લાગી હોવાનો આક્ષેપ કર્યો છે

(12:30 am IST)