Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

કોરોના વિરોધી રસી વડોદરાના ઝોનલ વેક્સિન સ્ટોરમાંથી રાજપીપળાના વેક્સિન અને ડ્રગ સ્ટોરમાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ખાતે ૫૨૦૦ ડોઝ આપવામાં આવેલ હોય જેમાંથી પ્રથમ હેલ્થ કેર વર્કરને રસી આપવામાં આવશે.  તા.૧૬-૦૧-૨૦૨૧ ના રોજ પ્રધામંત્રી દ્વારા vartual લોકાર્પણ કરવામાં આવશે. નર્મદા જિલ્લા ખાતે ૩ સેસન સાઈટ નક્કી થયેલ છે. રસી ના સ્વાગત માટે ડો. કે.પી. પટેલ CDHO, ડો.વિપુલ ગામીત ADHO, ડો. સુમન તાલુકા આરોગ્ય અધિકારી, જિલ્લા pharmacist, DPC, DPMCC તેમજ જિલ્લાના કર્મચારીઓ હાજર રહ્યા હતા

(10:52 pm IST)
  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 8537 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, 04,3 53 થઇ :એક્ટિવ કેસ 2,10,734 થયા: વધુ 9127 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,37,584 થયા :વધુ 124 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,688 થયો access_time 1:02 am IST

  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST