Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

અમદાવાદના નરોડામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે વિકૃતતાની હદ વટાવી: યુવતીને ઘરે જઈ એસિડ છાંટવાની ધમકી આપી

અમદાવાદ: શહેરના નરોડામાં એક તરફી પ્રેમમાં પાગલ વિકૃત યુવકે હદ વટાવી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભર બપોરે ઘરમાં ઘુસી આવીને યુવતીને ધમકી આપી હતી કે તુ મારા સિવાય બીજા કોઇ સાથે લગ્ન કરીશ તો  શરીર પર એસિડ છાંટી દઇશ, એટલું નહી શારિરીક છેડછાડનો યુવતીએ પ્રતિકાર કરતા લાફા મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. કૃષ્ણનગર પોલીસે ગુનો  નોધીેને આરોપીની શોધખોળ હાથ ધરી છેગુનાની ગંભીરતા ધ્યાને રાખીને  પોલીસે  યુવતીના ઘરે સુરક્ષા પણ  પુરી પાડી છે.

કેસની વિગત એવી છે કે નરોડા વિસ્તારમાં રહેતી યુવતીના પરિવારજનો બહાર ગામ ગયા હોવાથી રવિવારે તે ઘરમાં એકલી હતી. સમયે નરોડામાં રહેતો પીયુષ .કે.ચાવડા નામનો યુવક બપોરે વાગે તેના ઘરમાં આવી  પહોચ્યો  હતો અને  યુવતીને ગાળો બોલીને  શારિરીક છેડછાડ કરીને ધમકી આપી હતી કે જો તુ મારા સિવાય બીજા કોઇની સાથે લગ્ન કર્યા છે તો તારા ઉપર  એસિડ એટેક કરી જાનથી મારી નાંખીશ. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.આર. ચૌેધરીના જણાવ્યા મુજબ યુવક  અગાઉ પણ યુવતીને હેરાન કરતો હોવાની ફરિયાદ થઇ હતી. પોલીસે  ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને યુવકની શોેધખોળ કરવાની  કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છેતેમજ  યુવતીના ઘરે એક મહિલા તથા પુરુષ પોલીસનો રાઉન્ડ કલોક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(1:40 pm IST)
  • અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના છાત્રાલયો માં પ્રવેશ કરવા માટે યુપી પોલીસ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા નું નક્કી કર્યું છે. પોલીસે યુનિવર્સિટીમાં પ્રવેશ કરીને તેમને અપાયેલા આદેશનું ઉલ્લંઘન કર્યું છે : અલીગઢ મુસ્લિમ યુનિ.ના વા.ચાન્સેલરની જાહેરાત access_time 10:12 pm IST

  • કોંગ્રેસ સાથેના સંબંધો સામાન્ય બનશે કે કેમ એ તો આગામી સમય જ કહેશે: ડીએમકે પાર્ટી વડા એમ. કે. સ્ટાલિન પર ગઠબંધન ધર્મનું ઉલ્લંઘન કરવાનો આરોપ મુકતા આજની કોંગ્રેસના નેતૃત્વ, હેઠળ મળેલ CAA વિરોધી બેઠક માં ડીએમકે પક્ષ હાજર રહેલા નહિ access_time 8:25 pm IST

  • ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈ એ ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો access_time 11:11 pm IST