Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ભરુચ LCBએ અંકલેશ્વરથી બિનવારસી હાલતમાં 13 લાખથી વધુની કિંમતના દારૂ ભરેલી ટ્રક ઝડપી

હોટલ સિલ્વર સેવનના પાર્કિંગમાં 13 લાખ વધુના વિદેશી દારૂ સહિત 18 લાખનો મુદ્દામાલ કબ્જે : આરોપીઓની શોધખોળ

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે અંકલેશ્વર હાઇવે નજીકની એક હોટલના કામપૌંદમાં પાર્ક કરેલી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે કુલ 18 લાખ ઉપરાતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

 ભરુચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટરને બાતમીના આધારે અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ હોટલ સિલ્વર સેવનના પાર્કિંગમાં વિદેશી દારૂ ભરેલ એક ટ્રક ઊભેલી છે. જેને લઇને ક્રાઇમ બ્રાંચની ટીમે સ્થળ પર જઇ ટ્રક નંબર MH-18-M-8476માં તપાસ હાથ ધરી હતી. આ ટ્રકમાંથી વિદેશી દારૂ તથા બિયરના 465 બોક્સ મળી આવ્યા હતા.

  પોલીસ સૂત્રો દ્વારા આસપાસ તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ટ્રકનો ચાલક મળી આવ્યો ન હતો. સૂત્રોએ કુલ 20 હજાર 144 નંગ બોટલ કબ્જે કરી છે. જેની કિમત 13 લાખ 38 હજાર 400 થાય છે. ક્રાઇમ બ્રાંચની ટીમે વિદેશી શરાબ તથા ટ્રક મળી કુલ 18 લાખ 49 હજાર 400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે.

(10:33 am IST)