Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સુરત;સુવાલીના દરિયામાં ડૂબી ગયેલ 17 વર્ષીય યુવકની લાશ માછીમારોની જાળમાં ફસાયેલી મળી

સુરત :સુવાલી દરિયામાં યુવાન ડૂબી ગયેલ યુવાનની ભારે શોધખોળ બાદ 17 વર્ષીય આકાશ શુક્લાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સ્થળેથી 700 મીટર દૂરથી યુવાનની લાશ મળી હતી. માછીમારોની ઝાળમાં યુવાનની લાશ ફસાયેલી હાલતમાં હતી.

  ભરતીના પાણી ઉતરતા ફાયરની શોધખોળ દરમ્યાન લાશ મળી આવી હતી. ત્યાર બાદ લાશને પોસ્ટ -મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવકની લાશ મળી આવતા તેના જીવંત રહેવાની આશા પડી ભાંગતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો

  અત્રે ઉલેલ્ખનીય છે કે  ગત રોજ સુવાલી બીચ પર એક જ પરિવારના આઠ સભ્યોમાંથી પાંચ સભ્યો દરિયામાં ન્હાવા પડ્યા હતા. જો કે પાંચ પૈકીના ચાર લોકોને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા. જ્યારે અન્ય એક 17 વર્ષીય યુવાન દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેનો મૃતદેહ આજે મળી આવ્યો હતો.

(8:31 pm IST)