Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ભેદી સંજોગોમાં જરોદના યુવકે નર્મદા કેનાલમાં જંપલાવ્યું: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

જરોદ:ભાઈ સાથે લગ્નમાં જવા માટે ઘરે આવવાનું જણાવ્યા બાદ યુવકે તેની પત્નીને ફોન પર બાય..બાય.. કહીને ભેદી સંજોગોમાં કેનાલમાં છલાંગ લગાવતા વાઘોડિયા પોલીસ ફાયર બ્રિગેડની મદદથી યુવકની શોધખોળ શરૃ કરી છે.  

હાલોલ તાલુકાના શિવરાજપુર માઈન્સ રોડ પર રહેતા અલ્પેશભાઈ વિનોદભાઈ સોલંકી ગામમાં વાળંદની દુકાન ધરાવે છે. તેમના નાના ભાઈ ૩૩ વર્ષીય જીગ્નેશભાઈ પણ હેરકટીંગનો ધંધો કરતો હતો અને તેણે દશ વર્ષ અગાઉ રાજગઢમાં રહેતા પ્રભાવતિ ઉર્ફ પિન્કી સાથે પ્રેમલગ્ન કરતાં તેને બે સંતોના છે.

ગઈ કાલે અલ્પેશભાઈને ગામમાં મિત્રના લગ્નમાં જવાનું હોઈ તેમણે જીગ્નેશભાઈને ઘરે આવવા માટે સાંજે છ વાગે ફોન કર્યો હતો જેમાં તેણે અડધો કલાકમાં ઘરે આવું છેું તેમ જણાવ્યું હતું. જીગ્નેશભાઈએ રાતે સવા આઠ વાગે અલ્પેશભાઈને ફોન કર્યો હતો અને અને જણાવ્યું હતું કે મારી પિન્કી સાથે વાત કરાવો. અલ્પેશભાઈ બજારમાં હોઈ ેતમણે ઘરે પપ્પાના ફોન પર વાત કર તેમ કહેતા તેણે તુરંત ફોન મુક્યો હતો. જોકે તેના પાંચેક મિનિટ બાદ જીગ્નેશભાઈની પત્ની પિન્કીએ અલ્પેશભાઈને ફોન કરી જાણ કરી હતી કે તમારા ભાઈનો ફોન હતો અને તેમણે 'પિન્કી બાય ..બાય...' એટલું જ કહ્યું હતું પછી કંઈક અવાજ આવેલો. 

(4:26 pm IST)