Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

નવસારી નજીક બુટલેગરનો પોલીસ ઉપર હુમલો પોલીસનું પાંચ રાઉન્ડ ફાયરિંગ:લાખોનો દારુ જપ્ત

સુરતઃનવસારી નજીક એક બુટલેગરે પોલીસના કાફલા પર કાર ચડાવી પોલીસને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. જેના જવાબમાં પોલીસે પણ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસના ફાયરિંગ દરમિયાન બુટલેગર નાસી છૂટયો હતો પણ લાખો રૂપિયાનો દારૂ અને સંખ્યાબંધ વાહનો પોલીસે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 નવસારી-સુરત રોડ પર કસબા વિરાવળ ગામ નજીક અમદાવાદ સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. દમણથી દારૂનો જથ્થો આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે કરેલી રેડમાં ફિલ્મી ઢબે સામ સામું ફાયરિંગ થયું હતું. જેમાં એક મજૂરને ગોળી વાગતાં સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં નવસારી અને સુરત પોલીસ દોડતી થઈ હતી.

(4:09 pm IST)