Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

દેડીયપાડા તાલુકાના કોલીવાડામાં ઠપકો આપ્યા અદાવતે લાકડી વડે હુમલો કરી મારી નાંખવાની ધમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા અન કોલીવાડા ગામના દિનેશભાઇ નાનીયાભાઇ વાસાવાએ આપેલી ફરિયાદ મુજબ મીથુન ભાઇ ધનાભાઇ વસાવા(  રહે. કોલીવાડા) તેમના છોકરા મનીશભાઇને ખાડીએ ન્હવા સારૂ લઇ ગયેલ આ બાબતે દિનેશભાઇ એ મીથુનભાઇને ઠપકો આપી બે તમાચા મારેલ હતા જે બાબતની અદાવત રાખી આરોપી ધનાભાઇ મોહન ભાઇ વસાવા,નટવરભાઇ મોહન ભાઇ વસાવા, મીથુનભાઇ ધનાભાઇ વસાવા,રાકેશભાઇ ખાનસીંગભાઇ વસાવા તથા મીથુનભાઇ પ્રથમભાઇ વસાવા  એકસંપ થઇ લાકડીઓ લઇ ફરી. ના ફરીને લાકડીના સપાટા મારી ફરી.ના હાથમાં ફેકચર કરી, ઇજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરતા દેડીયાપાડા પોલીસે તમામ પાંચ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:25 pm IST)