Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

નર્મદા જિલ્લામાં મંગળવારે ૧ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો :જિલ્લાનો કુલ આંક ૧૦૭૫ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લા માં મંગળવારે ૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયો છે.
  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયો છે. જેમાં ગરુડેશ્વરમાં-૦૧ દર્દી મળ્યો છે
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે, જ્યારે ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૮ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૧૬ દર્દી દાખલ છે.આજે ૦૪ દર્દી સજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૨૪ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લા માં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૦૭૫ પર પહોચ્યો છે.આજે વધુ ૪૨૫ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:24 pm IST)