Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

નર્મદા ડેમના તળાવ નંબર 3 ઉપર સી પ્લેનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે

સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે તે સ્થળે પાસેના તળાવમાંથી કેવડિયા વન વિભાગે 250 થી વધુ મગરોને પકડીને સરદાર સરોવર ડેમ અને ગીર ફાઉન્ડેશન ખાતે રેસ્કયુ કરી મોકલી આપ્યા છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત માં પ્રથમ સી પ્લેન અમદાવાદના કાંકરિયાથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર 3 ખાતે શરૂ થનાર છે અને આગામી 31 ઓક્ટોમ્બરના સરદાર પટેલ જ્યંતીના દિવસે  સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજનાર છે

  આ દિવસે પી.એમ.મોદી સી પ્લેનમાં બેસી ને ઉદ્દઘાટન કરનાર છે તો આ સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે તે સ્થળે પાસે ના તળાવ માંથી કેવડિયા વન વિભાગે 250 થી વધુ મગરો ને પકડી સરદાર સરોવર ડેમ અને ગીર ફાઉન્ડેશન ખાતે રેસ્કયુ કરી મોકલી આપ્યા છે હાલ માં પણ મગરો પકડવાનું કામ ચાલુ છે. સાથે તળાવ નંબર 3 પાસે સીપ્લેન માટે ની જેટી બનવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે જે અંગે નર્મદા નિગમ ધ્વરા તૈયારી શરૂ કરી દીધી છે આજે જેટી બનાવવા માટે કોન્ક્રીટ ના 6 પોન્ટુન મુંબઈ થી લાવવામાં આવ્યા છે જેને જોડીને અહીંયા ફ્લોટિંગ જેટી બનાવવામાં આવશે જે સી પ્લેન માં જે ગેસ્ટ આવશે તેને ચઢવા ઉતારવા માટે એક ટર્મિનલ બની રહ્યું છે

  આ જેટી બનવાની છે જે 24 મીટર બાય 9 મીટર ચોરસ બનાવવામાં આવશે જે જમીન થી એક બ્રિજ દ્વારા કનેક્ટ કરવામાં આવશે હાલ પોન્ટુન ને કેનાલ માં ઉતારવામાં આવ્યા છે જે એક બોટ દ્વારા એક કિલોમીટર સુધી ખેંચી ને લઈ જવામાં આવશે આવા 6 યુનિટ ને લઈ જવામાં આવશે અને તેને કનેક્ટર દ્વારા જોડવામાં આવશે આની કેપેસિટી 65 ટન નો લોડ લઈ શકે તેટલી છે

(10:10 pm IST)