Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ભરૂચ નર્મદા ચોકડી ઉપર સળિયા ભરેલી ટ્રક પાછળ ડમ્પર અથડાતા ફસાયેલા ચાલકને 4 ક્રેઈનથી બહાર કાઢ્યો

ડમ્પરનો ચાલક કેબીનમાં ફસાઈ જતાં પગના ભાગે ગંભીર ઈજા

ભરૂચ નર્મદા ચોકડી ઉપર આવેલા ઓવરબ્રિજ પર ડમ્પર સળિયા ભરેલ ટ્રક પાછળથી અથડાતા થયેલા અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાયવર કેબિનમાં ફસાય ગયો હતો. સ્થળ પર પહોંચેલી 108ની ટીમે ડ્રાયવરને કેબીનમાં જ સારવાર આપવાનું શરૂ કરી તેનો જીવ બચાવી લીધો હતો.પરંતુ ફસાયેલા ચાલકને કેબિનમાંથી બહાર કાઢતા નવનેજ આવી ગયા હતા. ભરૂચની નર્મદા ચોકડી ઓવરબ્રિજ ઉપર રવિવારની રાત્રીના 12 વાગ્યાના અરસામાં સળિયા ભરેલી ટ્રકની પાછળ ડમ્પરના ચાલકે ધડાકા ભેર અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો

  .અકસ્માતમાં ડમ્પરનો ચાલક કેબીનમાં ફસાઈ જતાં પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. કેબિનની અંદર ફસાયેલા ડમ્પરના ચાલકની હાલત અત્યંત ગંભીર હતી. તેને તાત્કાલિક ઇલાજ ન મળે તો વાત વણસે તેમ હતી.ત્યારે 108 ની ટીમે આ ડમ્પરના ચાલકને કેબિનમાં જ સારવાર ચાલુ કરી દીધી હતી તે અરસામાં પાલિકાના લાશ્કરોએ 4 ક્રેનની મદદ મેળવી રેસ્ક્યુ કરીને 4 કલાકની ભારે જહેમત બાદ ડમ્પર ચાલકને બહાર કાઢ્યો હતો.આ રેસ્ક્યુમાં લોકોએ પણ મદદ કરી સેવાકાર્ય કર્યું હતું.

   ભરૂચના નેશનલ હાઈવે 48 જૂના સરદાર બ્રિજ ઉપર પડેલા ખાડાઓ સહીતની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરાઈ રહી છે.જેથી સુરત તરફ જવા માટે માત્ર એક જ લાઈનનો માર્ગ ચાલુ હોવાથી બે દિવસથ થયા 4 થી 5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ રોજની સમસ્યા બની ગઈ છે.જેના કારણે હજારો વાહન ચાલકો કલાકો સુધી લાંબી કતારોમાં અટવાઈ રહ્યા છે.આવામાં ટ્રક ચાલકો ધીમે ધીમે આગળ લેવામાં આર્થિક ,માનસિક અને શારીરિક રીતે ત્રાસી જાય છે.ડીઝલના ધુમાડાઓ નીકળી રહ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટી આ સમસ્યાના નિરાકરણની દિશામાં વિચારે તેવી લોકોની માંગ છે.

(8:39 pm IST)