Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

સુરત : દયાવાન-સુલતાન ગેંગ વચ્ચે જૂથ અથડામણ મામલે ચાર આરોપીઓ ઝડપાયા

ગાડીઓ ભરીને માણસો આવ્યા હતા, ગાડીઓ સળગાવી-ચપ્પુના ઘા ઝીક્યાં

સુરતના લીબાયત વિસ્તારમાં આવેલ ગોપાલ રાવણ અને બન્ટી દયાવાનની ગેંગની છેલ્લા લાંબા સમયથી ઉધનાના સુલતાનની ગેંગ સાથે ધધાંકીય અદાવત ચાલી આવી હતી. જોકે પોલીસે આ મામલે ચાર જેટલા આરોપી પકડી પાડી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

સુરતમાં છેલ્લા લાંબા સમયથી ગેંગ સામાજિક તત્વો વચ્ચે ગેંગ વોર ચાલતી જોવા મળી છે, ત્યારે ધંધાકીય અદાવતમાં સુરતના ઉધના વિસ્તારમાં 2 ઓક્ટોબરના રોજ બે ગાડીમાં 8 જેટલા માણસો સાથે રાવણ અને દયાવાન ગેંગના સભ્યો ઉધના રોડ નંબર 6 પર સુલતાન પર હુમલો કર્યો હતો. જોકે સુલતાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને તેનો માણસ રાહુલ હાથમાં આવી જતા આ ગેંગ દ્વારા તેને માર મારી તેને ચપ્પુ વડે ઇજા પહોંચાડી હતી. તે સમયે સુલતાન ગેંગ આવી જતા રાવણ-દયાવાન ગેંગનો એક સભ્ય તેમના હાથ લાગી જતા તેને માર મારી તેમની ગાડી સળગાવી નાખી હતી.

જોકે, ગેંગવોર થતા સ્થાનિક લોકોમાં ડરનો માહોલ પેદા થઈ ગયો હતો. ઘટનાની જાણકારી પોલીસને મળતા પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર આવી આ મામલે બંને ગેંગ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. આ મામલે એસીપી પરમારે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે ઉઘના રોડ નં 6 પર મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં લીંબાયતના દયાવાન ઉર્ફે મંટી, ગોપાલ ઉર્ફે રાવણ, હેમંત માળી સાથે 4 શખ્સો પસાર થઈ રહ્યા હતા ત્યારે સુલતાન નામના શખ્સ સાથે અગાઉની અદાવતમાં તેને જોઈ જતા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુલતાન ત્યાથી ભાગી જતા તેની સાથે રહેલા રાહુલને ચપ્પુના ઘા મારી ઇજાઓ પહોંચાડી, તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો'.

આ વખતે કેટલાક શખ્સો રાહુલને જોઈ જતા સામા પક્ષના લોકોની ગાડી સળગાવી દીધી હતી. આ બનાવમાં કેટલાક લોકોને ડિટેન કરવામાં આવ્યા છે અને બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે આ આરોપીઓને આજે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પડ્યા છે. જોકે પકડાયેલ આરોપી તમામનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે, જેમાં દયાવાન ઉફે બંટી પાટીલ વિરુદ્ધ ઉધનામાં રાયોટીંગ અને હત્યાના પ્રયાસ લીબાયતમાં એપિડેમિક એક્ટ થતા આર્મ્સ એક્ટ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, જયારે ડીંડોલી પોલીસમાં રાજ્ય સેવક પર હુમલો કરવાનો ગુનો દાખલ થયો છે, જયારે ગોપાલ ઉર્ફે રાવણ રાજપૂત વિરુદ્ધ ઉધનામાં રાયોટીંગ સાથે હત્યાના પ્રયાસ અને લીબાયતમાં પ્રાઇબિસન સાથે ચપ્પુ વડે હુમકો કરી ગંભીર ઇજા પહોંચાડવાનો ગુનો નોંધાયો છે.

(8:32 pm IST)